આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ, નારાજ કોંગ્રેસના નેતાઓ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા

મહારાષ્ટ્ર કોંગ્રેસના નારાજ નેતા આબા બાગુલ ભાજપમાં જોડાઈ શકે એવી અટકળો

મુંબઈ: પુણેના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા આબા બાગુલ દેવેન્દ્ર ફડણવીસને મળવા નાગપુર પહોંચ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે રવીન્દ્ર ધંગેકરને ઉમેદવારી પર નારાજગીના સમાચાર સામે આવ્યા છે. એવી ચર્ચા છે કે આબા બાગુલ ભાજપના નેતાઓના સંપર્કમાં છે. હવે નાગપુરમાં ભાજપના નેતાઓને મળ્યા બાદ બાગુલ ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાશે કે કેમ તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

જો આમ થશે તો ધંગેકર પર તેની કેટલી અસર પડશે તે જોવાનું રસપ્રદ બની રહેશે. પુણેની ગિરીશ બાપટની બેઠક ભાજપનો ગઢ ગણાતો હતો અને તેમના મૃત્યુ બાદ આ બેઠક ખાલી પડી હતી. ધંગેકરે કસ્બા પેઠની મુક્તા ટિળકની બેઠક પર વિજય મેળવીને સનસનાટી ફેલાવી દીધી હતી.

આપણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસનાં ઉમેદવારનું વરિષ્ઠ નેતાઓની હાજરીમાં વિવાદ સર્જતું નિવેદન

કોંગ્રેસના નેતાઓ કેમ નારાજ છે?

રવિન્દ્ર ધંગેકરને ઉમેદવાર બનાવ્યા બાદ આબા બાગુલે જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પુણેમાં કોંગ્રેસ પાર્ટી કાર્યાલય (કોંગ્રેસ ભવન) ખાતે વિરોધ પ્રદર્શન પણ કર્યું અને પોતાની લાગણી વ્યક્ત કરી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની સાથે અન્યાય થયો છે. આબા બાગુલ ત્યારથી ભાજપના નેતાઓના સંપર્કમાં હતા અને દેવેન્દ્ર ફડણવીસના સંપર્કમાં હોવાની ચર્ચા હતી. આજે જ્યારે કોંગ્રેસના નેતા નાયબ મુખ્ય પ્રધાનને મળ્યા ત્યારે ચર્ચાઓએ વેગ પકડ્યો હતો.

આબા બાગુલ પાંચ વખત કોંગ્રેસમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છે

થોડા દિવસો પહેલા કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. આબા બાગુલે આ બેઠકમાં ભાગ લીધો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે આબા બાગુલ લોકસભા ચૂંટણીમાં રસ ધરાવતા હતા. કોંગ્રેસના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર આબા બાગુલે એવો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે પક્ષના વફાદારો જેમણે પુણેમાં 40 વર્ષ સુધી કામ કર્યું છે તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાને ન્યાય ન મળે તો ન્યાય યાત્રાનો શો ફાયદો, એમ કહીને તેમણે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આબા બાગુલ પાંચ વખત કોંગ્રેસ પક્ષમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button