કલ્યાણ-ડોમ્બિવલીમાં કૂતરાનો આતંક: એક જ દિવસમાં 67 લોકોને કરડ્યા, લોકોમાં ગભરાટ

મુંબઈ: કલ્યાણ અને ડોમ્બિવલી મહાનગરપાલિકા વિસ્તારમાં શનિવારે એક જ દિવસમાં રખડતા કૂતરા કરડવાના 67 જેટલા કેસ નોંધાયા હતા, જેનાથી રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
અચાનક કૂતરા કરડવાના કેસમાં થયેલા વધારાને કારણે નાગરિક અને ખાનગી હોસ્પિટલોમાં પણ ભીડ વધી ગઈ હતી. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (કેડીએમસી) ની હદમાં રખડતા કૂતરાઓના ત્રાસને કારણે આ ઘટના ઘટી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે તમામ દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે, જેમાં હડકવા વિરોધી રસીઓનો પણ સમાવેશ થાય છે.
આપણ વાંચો: રખડતા કૂતરા કરડે તો દરેક દાંતના નિશાન પર સરકાર આપશે આટલું વળતર
ડૉ. શુક્લાએ જણાવ્યું હતું કે, રખડતા કૂતરાઓની વસ્તીને નિયંત્રિત કરવા માટે કેડીએમી નિયમિતપણે નસબંધી અભિયાન ચલાવી રહી છે. “દર મહિને ૧,૦૦૦થી ૧,૧૦૦ કૂતરાનું ઓપરેશન કરવામાં આવે છે.
કોર્પોરેશને હડકવા વિરોધી સારવારની ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરી છે. આગામી સમયગાળામાં, સમર્પિત ડોગ સેન્ટરની પણ યોજના છે,” નાગરિક સંસ્થાના આરોગ્ય અધિકારી ડૉ. દીપા શુક્લાએ જણાવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની માંગ કરી છે.