આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ઈન્ડસ્ટ્રી ફ્રેન્ડલી નીતિ, ઉદ્યોગો આવતાં પ્રગતિ થશે: એકનાથ શિંદે

દેશને મહાસત્તા બનાવવા માટે વોટ આપો મુખ્યમંત્રી એકનાથ શિંદેની યુવાનોને અપીલ

હાતકણંગલે: મહારાષ્ટ્ર સરકારે ઈન્ડસ્ટ્રી ફ્રેન્ડલી નીતિ અપનાવી છે અને તેને કારણે દાવોસમાં રૂ. 3.73 લાખ કરોડના રોકાણ રાજ્યમાં લાવવાની સફળતા મળી છે. ઉદ્યોગોને રેડ કાર્પેટ અપાય છે, સિંગલ વિન્ડો ક્લિયરન્સ અપાય છે, સબ્સિડી આપીએ છે. હિમાચલ પ્રદેશ અને ગોવામાં જઈ રહેલા ફાર્મા ઉદ્યોગો રાજ્યમાં આવે તે માટે કામ કરવામાં આવશે. ગઢચિરોલી જેવા જિલ્લામાં સ્ટાર્ટઅપ ઈનોવેશન હબ ટાટાની સાથે શરૂ કરવામાં આવ્યું છે. ઈન્વેનશન ઈનોવેશન અને ઈનક્યુબેશન શરૂ થયું છે. ગઢચિરોલીમાં દરવર્ષે પાંચ હજાર યુવાનોને રોજગાર મળશે. આગામી દિવસોમાં રિસર્ચ અને પ્રોડક્શનની જરૂર પડશે અને તેને કારણે રોજગાર નિર્માણ થશે. આપણે આખી દુનિયા સાથે સ્પર્ધા કરવાની છે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ યુવાનોને સંબોધતાં કહ્યું હતું.

બ્રેઈન ડ્રેઈનની સમસ્યા અત્યારની નથી, ઘણી જૂની છે. અહીંથી શિક્ષણ મેળવીને વિદેશમાં જતા રહે છે તેના પર સરકારના પગલાં અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં શિક્ષણ મેળવીને અહીં જ તેમને કામ મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ડબલ એન્જિન સરકાર યોજના ઘડી રહી છે અને આગામી દિવસોમાં દેશમાં જ લોકોને રોજગાર મળશે અને વિદેશમાં જવાની જરૂર પડશે નહીં.

લોકસભાની આ ચૂંટણી દેશના વિકાસ, દેશભક્તિ, પ્રગતિની છે. દેશ અને દેશના નેતાની પસંદગી કરતી વખતે પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોને તેમણે સલાહ આપી હતી કે તેઓએ પોતાના ભવિષ્ય અને પરિવારના ભવિષ્યને પોતાની નજર સામે રાખીને સમજી વિચારીને મતદાન કરવું જોઈએ.

એકનાથ શિંદે હાતકણંગલે મતવિસ્તારમાં અશોકરાવ માને ગ્રુપ ઑફ ઇન્સ્ટિટ્યૂટમાં આયોજિત યુવા સંવાદ મેળામાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારત યુવાનોનો દેશ છે. 65 ટકા નાગરિકોની ઉંમર 35 વર્ષથી ઓછી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનો માટે પરીક્ષા પે ચર્ચા જેવા કાર્યક્રમો કરે છે. તેનો હેતુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. આપણા દેશને મહાસત્તા સુધી લઈ જવામાં યુવાનો મહત્વની ભૂમિકા ભજવશે. જ્યારે દેશ યોગ્ય અને મજબૂત હાથમાં જાય છે ત્યારે જ દેશનો વિકાસ થાય છે. હવે આપણો દેશ મજબૂત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશને વિકાસ તરફ લઈ જઈ રહ્યા છે. દેશ વિકાસ કરી રહ્યો છે.

મોદીજી દેશની યુવા શક્તિમાં વિશ્વાસ રાખે છે. તમે દેશનું નામ દુનિયામાં લઈ જવા માંગો છો. યુવા શક્તિમાં વિશ્વાસ દર્શાવતા હું કહીશ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક્નોલોજીને પ્રાથમિકતા આપી છે. સ્ટાર્ટઅપ્સે દેશમાં ક્રાંતિ લાવી. શિક્ષણના નવા ક્ષેત્રો ખુલ્યા. મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉદ્યોગોને કારણે યુવાનોના હાથને કામ મળ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button