આમચી મુંબઈ

ઉદ્યોગપતિ આનંદ મહેન્દ્રાનું દિલ આવી ગયું સિરાજ પર, કરી આ જાહેરાત

મુંબઈઃ શ્રીલંકા સામે એશિયા કપની ફાઈનલ મેચમાં મહોમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. 21 રન આપીને છ વિકેટ ઝડપવાને કારણે મેન ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી, પરંતુ હવે તેના પર પ્રશંસા જ નહીં, પણ મોટી મોટી ગિફ્ટ મળી રહી છે, જેમાં નામ જોડાયું જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનું.

મહોમ્મદ સિરાજે મેન ઓફ ધ મેચમાં મળેલા પૈસા ક્રિકેટ સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને આપવાની જાહેરાત કરીને લોકોનું દિલ જીતી લીધું હતું. હવે સિરાજને મોટા મોટા ઈનામો મળી રહ્યા છે ત્યારે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ બીજી વખત એસયુવી આપવાની જાહેરાત કરી છે.


આનંદ મહિન્દ્રાએ એક્સ (ટ્વિટર) પર લખ્યું હતું કે મોહમ્મદ સિરાજની પ્રશંસા કરતા મહિન્દ્રાએ લખ્યું કે તમે માર્વલ એવેન્જર છે. એટલે તું શ્રેષ્ઠ બદલો લેનાર છે. આનંદ મહિન્દ્રાએ પોસ્ટમાં લખ્યું હતું કે સિરાજને એક નવી એસયુવી ગિફ્ટ આપવી જોઈએ, જ્યારે તેના જવાબમાં એક યૂઝરે લખ્યું હતું કે સર પ્લીઝ એક એસયુવી આપો. આ પોસ્ટનો જવાબ આપતા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન લખ્યું હતું કે મેં એની વ્યવસ્થા કરી દીધી છે.


મહોમ્મદ સિરાજ હવે એક નવી એસયુવી કારનો હકદાર બની ગયો છે. આ અગાઉ પણ આનંદ મહિન્દ્રાએ સિરાજને એસયુવી ગિફ્ટ આપી ચૂક્યા છે. 2021માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ વખતે ટીમ ઈન્ડિયાએ સિરાજ સહિત છ ક્રિકેટરને થાર એયુવી ગિફ્ટ આપી હતી. સિરાજે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર આનંદ મહિન્દ્રાનો આભાર માન્યો હતો.


આ પહેલા પણ મહિન્દ્રા ગ્રુપ ઈન્ટરનેશનલ લેવલ પર શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરતું રહ્યું છે. આનંદ મહિન્દ્રાએ ભારતીય ચેસ ખેલાડી આર પ્રજ્ઞાનંદને ઇલેક્ટ્રિક SUV Mahindra XUV400 ભેટ આપવાની જાહેરાત કરી હતી. પ્રજ્ઞાનંદને પણ FIDE વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનાર સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…