મહારાષ્ટ્રના વાતાવરણમાં પલટોઃ પુણેમાં હોર્ડિંગ પડ્યું, વાહનોને નુકસાન
મુંબઈઃ મહારાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં પુણે-નાશિકના વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું છે. પિંપરી-ચિંચવડ સહિત પુણેમાં જોરદાર પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ પડ્વાની શરુઆત થઈ છે. પિંપરી ચિંચવડ શહેરના મોશી વિસ્તારમાં લોખંડનું જાયન્ટ હોર્ડિંગ પડ્યું હતું, તેનાથી વાહનોને નુકસાન થયું હતું.
આજે બપોરે ચાર વાગ્યાની આસપાસ પિંપરી ચિંચવડના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, જ્યારે અમુક વિસ્તારોમાં વરસાદ સાથે જોરદાર ચક્રવાત ફૂંકાયું હતું. વાતાવરણમાં પલટાને કારણે ગણેશ એમ્પાયર ચૌકના રસ્તા નજીક મોટું હોર્ડિંગ પડ્યું હતું.
આ હોર્ડિંગ પડવાને કારણે ચાર બાઈક અને એક ટેમ્પોને નુકસાન થયું હતું. સૌથી મોટી રાહતની વાત એ છે કે હોર્ડિંગ રસ્તામાં પડ્યું નહીં. જો રસ્તા પર પડ્યું હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. આમ છતાં હોર્ડિંગ જાયન્ટ હોવાને કારણે ક્રેઈનની મદદથી હોર્ડિંગને હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં અનેક વાહનોને નુકસાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે ઘાટકોપરમાં 100 ફૂટનું હોર્ડિંગ પેટ્રોલપંપ પડવાની દુર્ઘટનામાં 16 જણનાં મૃત્યુ થયા હતા, ત્યાર બાદ મુંબઈ પાલિકા સહિત રેલવે પ્રશાસન પણ સતર્ક ગેરકાયદે હોર્ડંગને કાઢી નાખવાની પણ કવાયત હાથ ધરી છે. આ હોર્ડિંગનું વજન પાંચ ટનથી વધુ હતું. આ બોર્ડ તૂટી પડવાને કારણે 100થી વધુ લોકો હતા, જ્યારે 60થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.