આમચી મુંબઈ

મુંબઈ દરિયાકાંઠેથી ફરી ડ્રગ્સ ઝડપાયું; ઇન્ડિયન નેવીએ આ રીતે 2,500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

મુંબઈ: છેલ્લા ઘણા સમયથી અરબ સાગર મારફતે માદક દ્રવ્યો ભારતમાં ઘુસાડવા માટે પ્રયત્નો થઇ રહ્યા છે. ઇન્ડિયન નેવીએ સોમવારે મુંબઈના દરિયા કિનારા પાસેથી 2500 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત (Indian navy seize Drugs from Mumbai Coast) કર્યું છે. ઇન્ડિયન નેવીના વેસ્ટર્ન નેવલ કમાન્ડે બુધવારે આ માહિતી આપી હતી. નેવલ કમાન્ડે પશ્ચિમ હિંદ મહાસાગરમાં શંકાસ્પદ બોટ્સને અટકાવી હતી અને ડ્રગ્સ જપ્ત કર્યું.

આપણ વાંચો: કચ્છના જખૌ પાસેથી ઝડપાયો કરોડો રૂપિયાનો માદક પદાર્થ : પાકિસ્તાન ‘પલાંઠી ‘મારી બેસતું જ નથી ?

આ રીતે ડ્રગ્સ ઝડપાયું:

મળતી માહિતી મુજબ 31 માર્ચના રોજ, ફ્રન્ટલાઈન ફ્રિગેટ INS તરકશને નેવીના P8I વિમાન તરફથી આ વિસ્તારમાં શંકાસ્પદ બોટ્સની હિલચાલ અંગે ઇનપુટ્સ મળ્યા હતા. આ બોટ્સ ડ્રગ્સ અને અન્ય પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી કરી રહી હોવાની શંકા ઉપજી હતી.

નેવીએ જણાવ્યું હતું કે P8I વિમાન અને મુંબઈમાં મેરીટાઇમ ઓપરેશન્સ સેન્ટરની મદદથી તમામ શંકાસ્પદ બોટ્સની પૂછપરછ કર્યા પછી INS તરકશે શંકાસ્પદ બોટને અટકાવી અને તપાસ શરુ કરી. વધુમાં, નૌકાદળે આ વિસ્તારમાં કાર્યરત અન્ય જહાજોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે હેલિકોપ્ટરની મદદથી કામગીરી શરૂ કરી.

આપણ વાંચો: અંજારના વરસામેડીના રહેણાંકમાંથી 38 હજારના માદક પદાર્થો સાથે દંપતીની અટક…

અહેવાલ મુજબ અધિકારીઓને સીલબંધ પેકેટો મળી આવ્યા. શોધખોળ બાદ કાર્ગો હોલ્ડ અને કમ્પાર્ટમેન્ટમાં રાખવામાં આવેલા 2,500 કિલોથી વધુનું ડ્રગ્સ (2386 કિલો હશીશ અને 121 કિલો હેરોઈન સહિત) મળી આવ્યું.

નેવીએ બોટ્સના ક્રૂની મોડસ ઓપરેન્ડી અંગે પૂછપરછ કરવામાં આવી. નૌકાદળને આ વિસ્તારમાં અન્ય કેટલીક બોટ્સની હિલચાલ અંગે પણ જાણ થઇ હતી.

એક નિવેદનમાં નૌકાદળે કહ્યું. “ઇન્ડિયન નેવીની મલ્ટી નેશનલ કવાયતોનું ઉદ્દેશ્ય હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે.”

આપણ વાંચો: ગુજરાતમાં ત્રણ જ દિવસમાં 900 કરોડનો માદક દ્રવ્યનો જથ્થો ઝડપાયો

છેલ્લા પાંચ વર્ષમાં આટલું ડ્રગ્સ ઝડપાયું:

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન નિત્યાનંદ રાયે 19 માર્ચે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં 19 અલગ-અલગ દરોડામાં દેશભરના દરિયાઈ બંદરો પરથી 11,311 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button