કચ્છના જખૌ પાસેથી ઝડપાયો કરોડો રૂપિયાનો માદક પદાર્થ : પાકિસ્તાન ‘પલાંઠી ‘મારી બેસતું જ નથી ?
સરહદી જિલ્લા કચ્છના સંવેદનશીલ સાગરકાંર્ઠે જખૌ નજીકના દૂરના ટાપુ પરથી શંકાસ્પદ એવા માદક દ્રવ્યોના 10 પેકેટ મળી આવતા ફરી ખળભળાટ મચી ગયો છે મળી આવેલા સંદિગ્ધ માદક દ્રવયોના પેકેટનું વજન લગભગ 12.40 કિલો હોવાનું બહાર આવ્યું છે. કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાઓ પરથી બિનવારસું માદક દ્રવ્યો ઝડપાતા સર્વિસ એજન્સીઓ વધુ સક્રિય બની છે.
જૂન 2024 થી, જખૌ કિનારે અલગ-અલગ ટાપુઓમાં BSFના વિવિધ સર્ચ ઓપરેશનના પરિણામે શંકાસ્પદ માદક દ્રવ્યોના કુલ 272 પેકેટો મળી આવ્યા હતા.
દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓને કરોડોની કિંમતના બિનવારસુ કેફી પદાર્થોના સેંકડો પડીકાઓ મળી આવ્યા બાદ વ્યાપક બનાવાયેલાં સર્ચ ઓપરેશન દરમ્યાન જખૌની મરિન પોલીસને ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેના સિંઘોડી અને સૈયદ સુલેમાન પીર નજીકના સમુદ્રકાંઠેથી નવ જેટલા બિનવારસુ ચરસના પડીકાં મળી આવતાં સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે અને આ પ્રકારના સેંકડો ડ્રગ્સ હજુ આ સંવેદનશીલ વિસ્તારમાં હોવાની શંકાના આધારે સમગ્ર વિસ્તારને કોમ્બિંગ કરી સ્થાનિક પોલીસ તેમજ સૈન્યના ઉચ્ચ અધિકારીઓએ સર્ચ અભિયાન વધુ તેજ બનાવી દીધું છે.
આપણ વાંચો: અંજારના વરસામેડીના રહેણાંકમાંથી 38 હજારના માદક પદાર્થો સાથે દંપતીની અટક…
અગાઉ પણ માદક દ્રવ્યોનો ઝખીરો ઝડપાઇ ચૂક્યો છે
છેલ્લા પાંચેક મહિનામાં તો કછ્ક્ના અલગલ્ગ દરિયાઈ વિસ્તારમાથી મોટા પાયે માદક દ્રવયોના જથ્થા ઝડપાઇ ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના પ્રમાણે તેમની ટુકડી પાકિસ્તાનની સમુદ્રી સીમા નજીક આવેલા સૈયદ સુલેમાન પીર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આશરે 1100 ગ્રામ વજનના સિલ્વર રંગના અગાઉ મળેલાં ચરસનાં પેકેટ જેવાં ડેલ્ટા કોફી અને મોટા અક્ષરમાં પ્લેટિનમ ચીતરેલા ચરસના પાંચેક કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતા વધુ નવ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.
દેવભૂમિ દ્વારિકામાં પણ 11 કરોડનો જથ્થો ઝડપાયો
ગુજરાતનાં સમુદ્રી કાંઠા વિસ્તારોમાં માદક દ્રવ્યોના મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. કચ્છના ક્રીક વિસ્તાર, દ્વારકા જિલ્લાનો દરિયા કીનારો, સોમનાથના દરિયા કિનારે થી અગાઉ મોટી માત્રમાં જથ્થો પકડાયા બાદ પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.
આપણ વાંચો: ગુજરાતમાં ત્રણ જ દિવસમાં 900 કરોડનો માદક દ્રવ્યનો જથ્થો ઝડપાયો
ત્યારે પેટ્રોલિગ દરમિયાન જ મીઠાપુર વિસ્તારના મોજપ મોજપ ગામના દરિયા કિનારેથી માદક પદાર્થ ચરસનાં 21 પેકટ, જેમાં 23,680 કિલો ચરસ બીનવારસી હાલતમાં મળી આવ્યો હતો.જેની બજાર કિંમત રૂપિયા 11 કરોડ 84 લાખ જેટલી થવા પામે છે. આ મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસ હાથ ધરી હતી.
છાસવારે હવે તો દ્વારકામાં ઝ્દ્પાતું ડ્રગ્સ તીર્થભૂમિને બદનામ કરવા માટે પ્લાન ઉડતા ગુજરાત બનાવાતો હોવાની આશંકા પ્રબળ બની છે.સાધુ-સંતો અને તીર્થ યાત્રિકોને માદક પદાર્થથી લલચાવવા અને અહીથી જ બંધાણીઓનો કેરિયર તરીકે ઉપયોગ કરવાનું પણ મોટું ષડયંત્ર હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં.
જન્માસ્ટમી તહેવારો આવતા જ કહેવાય છે કે ડ્રગ્સના સોદાગરો દ્વારકા પંથકમાં સક્રિય થયા હોવાની પણ આશંકા ઘેરી બની છે.સૌથી મોટો સવાલ એ છે કે દ્વારકા, કચ્છ અને સોમનાથ સહિતના દરિયાકાંઠે થી ઝ્ડપાયેલો તમામ જથ્થો બિનવારસી જ મળી આવ્યો છે. તો સવાલ એ છે કે શું કરોડોની કિમતનો માદક પદાર્થ માફિયાઓ દરિયામાં શા માટે વહાવી શકે ?