કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગને જવાનોએ મહામહેનતે બુઝાવી, વીડિયો વાઈરલ

નવી મુંબઈ: નવી મુંબઈમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. નવી મુંબઈના એમઆઇડીસી ક્ષેત્રમાં આવેલી એક ભયાનક આગ લાગતાં ઘટનાસ્થળે ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચીને આગપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આ આગની ઘટના બાબતે એક અધિકારીએ કહ્યું હતું કે નવી મુંબઈમાં એમઆઇડીસી વિસ્તારમાં આવેલી નવભારત ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ ફેક્ટરીમાં અચાનકથી આગ લાગી હતી હતી.
આ ઘટનાનો વીડિયો પણ જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. એક ફેક્ટરીમાં જોરદાર આગ લગતા મોટા પ્રમાણમાં ધુમાડો નીકળી આસપાસના વિસ્તારમાં ફેલાતા લોકોમાં ગભરાટનો માહોલ ઊભો થયો હતો.
કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ઘટનામાં હજી સુધી કોઈપણ જાનહાનિ નોંધવામાં નથી આવી, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.
ઉલ્લેખનીય છે કે 2024ની વર્ષની શરૂઆતમાં પણ નવી મુંબઈમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના મળી હતી. આ વિસ્તારમાં અનેક કેમિકલ અને બીજા કારખાના આવેલા છે, જેથી વારંવાર આગની ઘટનાને રોકવા માટે પ્રશાસન પ્રયત્ન કરી રહ્યું છે અને ફેક્ટરીના માલિકોને પણ ફેક્ટરીમાં આગથી બચવા માટે ફાયર સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાના આદેશ આપ્યા હતા.