સમોસામાં કોન્ડોમ, ગુટકા મળ્યાઃ કોન્ટ્રાક્ટ નહીં મળતા કોન્ટ્રાક્ટરે રચ્યું ષડયંત્ર
પુણે: અહીંની જાણીતી કંપનીની પાસે પુણેની અગ્રણી ઓટોમોબાઈલ કંપનીને સમોસા મોકલવાનો કોન્ટ્રેક્ટ હતા, પરંતુ સમોસામાં બેન્ડેઝ મળતા કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. એના પછી કોન્ટ્રેક્ટ અન્ય કંપનીને આપ્યો હતો, પરંતુ એના પછી સૌથી ચોંકાવનારી વાત એ હતી કે એસઆરએ એન્ટરપ્રાઈઝીસના માલિકોએ નવા નીમેલા કોન્ટ્રકાટરની છબિ બગાડવા માટે ષડયંત્ર રચ્યું હતું.
પુણે નજીકની પિંપરી-ચિંચવડમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. એક જાણીતી ઓટોમોબાઈલ કંપનીની કેન્ટિનમાં સમોસામાંથી ગુટકા, કોન્ડોમ અને પથ્થર મળ્યા હતા. પોલીસે આ કેસમાં પાંચ લોકો સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં કંપનીના માલિક સહિત બે કર્મચારી પણ સામેલ છે. આ આરોપીઓમાંથી એકની ધરપકડ કરી હતી અને આગળની તપાસ ચાલી રહી છે.
એસઆરએ નામની કંપનીને સમોસા સપ્લાય કરવાનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો, પણ તેમના સમોસામાંથી બેન્ડેજ નીકળતા આ કંપનીનો કોન્ટ્રેક્ટ રદ કરવામાં આવ્યો હતો અને તે બાદ મનોહર એન્ટરપ્રાઇઝીસ કંપનીને સમોસા સપ્લાય કરવાનો નવો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. સમોસાનો કોન્ટ્રેક્ટ મનોહર એન્ટરપ્રાઇઝીસને મળતા બદલો લેવા માટે એસઆરએ કંપનીએ કાવતરું રચ્યું હતું.
આ બાબતે પોલીસે કહ્યું હતું કે એસઆરએ કંપનીના આરોપીઓ રહિમ શેખ, હજાર શેખ અને નઝર શેખે તેમના કર્મચારી ફિરોઝ શેખ ઉર્ફે મન્ટુ અને વિકી શેખને કહીને સમોસામાં કોન્ડોમ, ગુટખા અને પથ્થર ભરી મનોહર એન્ટરપ્રાઇઝેસે બનાવેલા સમોસા સાથે તેની બદલી કરી હતી.
વિરોધી કંપનીની છબિ બગાડવા માટે કાવતરું રચવા માટે એસઆરએ કંપનીના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી અને આ આરોપીએ તેણે તેના માલિકના કહેવા પર આવું કર્યું હોવાનું કબૂલ્યું હતું. આ કંપનીના ત્રણ માલિક અને બીજા આરોપી કર્મચારીની શોધ શરૂ છે, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.