આમચી મુંબઈ

કોણ છે આ યુપીના ટોપર જેમને સીએમ ફડણવીસે હવે મુંબઈમાં કલેક્ટરની જવાબદારી સોંપી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે આઠ IAS અધિકારીઓની બદલી કરી છે. રાજ્ય સરકારે 2016 બેચના IAS સૌરભ કટિયારને મુંબઈ સબઅર્બન કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. સૌરભ કટિયાર આ પહેલા મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના કલેક્ટર હતા.

સૌરભ કટિયાર રાજેન્દ્ર ક્ષીરસાગરનું સ્થાન લેશે, જે 31 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. જ્યારે અમરાવતીમાં રાજ્ય સરકારે આશિષ યેરેકરને મોકલ્યા છે. તેઓ હાલમાં અહિલ્યાનગર જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી છે.

આપણ વાંચો: ગુજરાતમાં એક અઠવાડિયામાં વધુ 10 IASની બદલી: ચારની જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્તિ

મુંબઈ ઉપનગરીય જિલ્લો મહારાષ્ટ્રનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથક બાંદ્રા ખાતે છે. જિલ્લામાં કુર્લા, અંધેરી, બોરીવલી પેટા વિભાગોનો સમાવેશ થાય છે. ગયા મહિને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા સૌરભ કટિયારને વહીવટી ગતિમાનતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી સૌરભ કટિયાર મૂળ ઉત્તર પ્રદેશના છે. તેમનો પરિવાર કાનપુર દેહાત જિલ્લાના સિકંદરામાં રહે છે. સૌરભ કટિયારે IIT કાનપુર માંથી BTech પછી MTech ની ડિગ્રી મેળવી છે.

તેમણે UPSC પરીક્ષામાં આખા ભારતમાં 334મો ક્રમ મેળવ્યો હતો. તેમણે 2014માં સિવિલ સર્વિસીસ પરીક્ષા પણ પાસ કરી હતી. પછી તેમને IRS મળ્યું. તેઓ આવકવેરા વિભાગ (નાગપુર) માં IRS તરીકે તાલીમ લઈ રહ્યા હતા ત્યારે IAS માં તેમની પસંદગી થઇ હતી.

આપણ વાંચો: જ્ઞાનેશ કુમારે સીઈસી તરીકેનો કાર્યભાર સંભાળ્યો, મતદારોની કરી મોટી અપીલ

વગર કોચિંગે સફળતા મેળવી

જ્યારે સૌરભ કટિયારની સિવિલ સર્વિસમાં પસંદગી થઈ ત્યારે ખબર પડી કે તેમણે આટલી કઠિન પરીક્ષા કોઈપણ કોચિંગ વિના પાસ કરી છે. સૌરભ પહેલી વાર ધોરણ 12 ના પરિણામો જાહેર થયા ત્યારે ચર્ચામાં આવ્યા હતા. તેમણે યુપી બોર્ડના પરિણામોમાં 92.20 ટકા સાથે સમગ્ર રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

સૌરભના પિતા અમરનાથ કટિયાર ભારતીય શેરડી સંશોધન સંસ્થામાંથી નિવૃત્ત થયા છે. તેમની માતા વિદ્યા કટિયાર ગૃહિણી છે. મોટી બહેન રશ્મિ કટિયાર SBI માં અધિકારી છે અને તેમના લગ્ન મોનિકા ચૌધરી સાથે થયા છે જે વ્યવસાયે ગાયનેકોલોજિસ્ટ છે. અમરાવતી પહેલા IAS સૌરભ કટિયાર પાલઘર જિલ્લામાં તૈનાત હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button