ગુજરાતમાં એક અઠવાડિયામાં વધુ 10 IASની બદલી: ચારની જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્તિ
ગાંધીનગરઃ ગુજરાતમાં એક અઠવાડિયામાં વધુ 10 IASની બદલી કરવામાં આવી છે. ગત 31મી જુલાઈ 2024ના રોજ ગુજરાતના 18 આઈએએસની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે વધુ 10 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રત્નકંવર, સુજીત કુમાર, શ્વેતા તિઓટીયા, કેડી લાખાણી, એસ.કે. મોદી, એન.એન. દવે, એસ.ડી. ધાનાણી, એનવી ઉપાધ્યાય, લલિત નારાયણસિંઘ સંધુ અને બી.જે. પટેલનો સમાવેશ થાય છે. જેમાં એસ.કે. મોદીને નર્મદાના અને એસ.ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
કોની ક્યાં નિમણુક કરાઈ
રત્નાકંવરની સાબરકાંઠાના કલેક્ટર, સુજીત કુમારની ભાવનગરના મ્યુનિસિપલ કમિશ્નર
શ્વેતા તિઓટીયાની ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ડાયરેક્ટર (એડમિનિસ્ટ્રેશન)
કે.ડી. લાખાણીની લેબર ડાયરેક્ટર, એસ.કે. મોદીને નર્મદાના કલેક્ટર
એન.એન. દવેને વલસાડના કલેક્ટર, એસ.ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર
એન.વી.ઉપાધ્યાયને કો-ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર તરીકે નિમવામાં આવ્યા છે.
લલિત નારાયણસિંઘની સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમની પાસે ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ્સ ડેવલપમેન્ટના એમ.ડી. તરીકેનો વધારાનો હવાલો પણ રહેશે. બી.જે. પટેલને ગાંધીનગરના વિકાસ કમિશ્નર,
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 31 જુલાઈ 2024ના રોજ ગુજરાતના 18 આઈએએસની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા.
Also Read –