મેટિની

સિકવલ ત્રીજાને દે તાલી?!

કેટલીક ફિલ્મની સિકવલ સફળ થતાં એના ત્રીજા પાર્ટ્ની અત્યારે તડામાર તૈયારી ચલી રહી છે. એ પણ સફળ થશે તો હિન્દી ફિલ્મજગતમાં હેટટ્રિકનો એક નવો ઈતિહાસ લખાશે.

ડ્રેસ-સર્કલ -નિધિ શુકલ

વર્ષ ૨૦૨૨૨-૨૩ના અપવાદ પહેલાં હિન્દી ફિલ્મો,જે રીતે બોકસ ઑફિસ પર ફસડાઈ રહી હતી એ જોઈને ભલભલા નિર્માતા-નેર્દેશકો -અદાકારો આઘાતના કોમામાં એવા સરકી ગયા હતા કે એ મૂર્છામાંથી બહાર આવવાની આશા જ છોડી દીધી હતી. ત્યારે જેમ લક્ષ્મણજીને ભાનમાં લાવે એવો જડીબુટ્ટીનો પર્વત હનુમાનજી ઊંચકી લાવ્યા હતા તેમ અનાયાસ સિકવલ નામની ઔષધિ આપણા ફિલ્મવાળાઓને મળી આવી , જે એમના માટે ખરા અર્થમાં સંજીવની પૂરવાર થઈ. પરિણામે ફિલ્મજગત લાંબી મૂર્છામાંથી બહાર આવી શક્યું. છે.

કોઈ ફિલ્મ દર્શકોને ગમે ને ટિકિટબારી પણ એ ઠીક ઠીક ટંકશાળ પાડે એટલે એની સફળતાથી પ્રેરાઇને એની સિકવલ ( કે પાર્ટ- ટુ) બને. ૨૦૨૨-૨૩ દરમિયાન આવી ‘ગદર-ટુ’- ‘ઑએઅમજી-ટુ’ – ‘દ્રશ્યમ-ટુ’ – ભૂલ ભૂલૈયા-ટુ’ અને ડ્રીમ ગર્લ-ટુ’ ની અણધારી સફળતા જોઈને બોલિવૂડવાળાને હવે સિકવલના નામે સફળતાની જાણે છૂપી મેજિક ફોર્મ્યુલા હાથ લાગી ગઈ છે. મૂળ ફિલ્મની સફળતા પછી એની સિકવલ ને એ પણ જો ક્લિક થઈ તો સિક્વલ – ટુ અને થ્રીના રવાડે ચડી ગયા છે.

આ અને આગામી વર્ષ દરમિયાન આવી
સિકવલ -ટુ અને થ્રીની લાંબી કતાર અત્યારે લાગી ગઈ છે.

કેટલાક ઉદાહરણ જોઈએ તો મારફાડ અને કાર-ઉછાળ ફેમ નિર્માતા- દિગ્દર્શક રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઈન’ અર્થાત ‘સિંઘમ – થ્રી’ આગામી ૧૫ ઑગસ્ટના આવી રહી છે.
એ જ રીત શાહરુખની ‘જવાન – ટુ’ ની સાથે ‘પઠાણ -ટુ’ની પણ તૈયારી ચાલી રહી છે. થોડાં વર્ષ પહેલાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની હોરર-કોમેડી ‘સ્ત્રી’ એ દર્શકોને જલસો કરાવી દીધો હતો .હવે એની પણ સિકવલ ‘સ્ત્રી-ટુ ’ બની રહી છે એ જ અદાકારો સાથે..

જો કે, આ બધી સિકવલ -ટુ પર ફિલ્મ વિવેચકો અને દર્શકોની નજર તો છે તેમ છતાં ૨૦૨૪ નું વર્ષ ‘સિકવલ -થ્રી’ માટે વધુ મહત્વનું પુરવાર થવાનું છે, કારણ કે આ ફિલ્મો સાથે બોલુવૂડના ટોપ મોસ્ટ સ્ટાર્સ- સૌથી સફળ દિગ્દર્શકો ને તગડા નિર્નાતાઓ સંકળાયેલા છે, જેમકે.

ૄ વેલકમ -૩ :
અર્થાત ‘વેલકમ ટુ જંગલ’ ના નામે આવનારી આ ફિલ્મ પણ એના નિર્માતા-દિગ્દર્શક અને મૂળ તથા નવા કલાકારો વિશે જાતભાતના સમાચાર આવી રહ્યા છે ફિલ્મજગતના જાણકારો અનુસાર આ ફિલ્મમાં બડી તગડી કાસ્ટ જોવા મળશે, જેમકે અક્ષયકુમાર- રવીના ટંડન- દિશા પટની- સંજય દત્ત- પરેશ રાવલ- સુનીલ શેટ્ટી – લારા દત્ત-અરશદ વારસી અને આ જ ફિલ્મના શૂટિંગ દરઅમિયાન જેને હાર્ટ એટેક આવી ગયો હતો એ શ્રેયસ તલપડે પણ આમાં છે.

ૄ હેરાફેરી -૩:
આમાં એના મૂળ કલાકારો અક્ષયકુમાર-સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ જોવાં મળશે કે નહીં ત્યાંથી લઈને કાર્તિક આર્યન આ ફિલ્મમાં મુખ્ય અદાકાર તરીકે ચમકશે ત્યાં સુધીની બહુ ચર્ચા ચાલી અને આજે હજુ પણ ફાઈનલ કાસ્ટ માટે જૂદા જૂદા સમાચાર આવી રહ્યા છે.

ૄ ભૂલ ભૂલૈયા-૩ :
અક્ષયકુમાર સાથેની પહેલી ‘ભૂલ ભૂલૈયા’ની ઠીક ઠીક સફળતા મળી હતી,પંણ એની સિકવલ ‘ભૂલ ભૂલૈયા- ટુ ’ માં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની જોડીએ એવી જબરી જમાવટ કરેલી કે ફિલ્મ ધારી નહોતી એવી સફળ નીવડી.

જો કે, આ ‘ભૂલ ભૂલૈયા-૩’ માં કાર્તિકની સાથે કિયારાની જગ્યાએ તૃપ્તિ ડિમરી
(‘એનિમલ ’ ફેમ ) છે. સાથે વિદ્યા બાલમ અને માધુરી દીક્ષિત પણ આમાં ખાસ ભૂમિકામાં દેખાશે. આ સિકવલ- ૩નું સુકાન સંભાળ્યું છે કુશળ દિગ્દર્શક અનિસ બાઝમીએ એટલે આ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે
આ ઉપરાંત , બીજી અનેક ફિલ્મોની સિકવલની પણ રાહ જોવાઈ રહી છે. એમાં
રૂપિયા ૯૧૫ કરોડના જબરદસ્ત ટર્નઓવર સાથે તહેલકો મચાવી દેનારી રણબીર ક્પૂરની ફિલ્મ ‘એનિમલ’ નો ભાગ -૨, ‘એનિમલ પાર્ક’ ના નામે આવી રહ્યો છે.

એ જ રીતે , હ્રિતિક રોશનની ‘ક્રિશ-ફોર’ તથા ‘વોર-ટુ’ પણ છે. રણવીર સિંહની ‘ડોન-૩’ -અજય દેવગણની ‘દૃશ્યમ-૩’ પણ સિકવલ્ની કતારમાં છે
આ બધા વચ્ચે, ‘ ફોર્સ-૩’ની સાથે ‘આશિકી-૩’ અને ‘ફૂકરે -૩’ પણ ફ્લોર પર છે
બીજા શબ્દોમાં કહીએ તો આ ૨૦૨૪નું વર્ષ બોલિવૂડની અનેક્ ફિલ્મો માટે હેટટ્રિક યર સાબિત થઈ શકે તેમ છે.આમ થશે તો નિર્માતા- સ્ટાર્સ- નિર્દશકો એકમેકને દે તાલી ‘કહેતાં જરૂર કરશે ચિયર્સ ’ .!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
“Discover the Magic of Morning Chews” Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way