મેટિની

‘મૈદાન’ના ભેદ-ભરમ, વ્યૂહ ને વાદવિવાદ

ફોકસ -મનીષા પી. શાહ

લાંબીઈઈઈ પ્રતીક્ષા બાદ અંતે બોની કપૂર અને અજય દેવગનની ‘મૈદાન’ રિલીઝ થઈ ગઈ ખરી. ફૂટબોલ કોચ સઈદ અબ્દુલ રહીમ પરથી બનેલી આ બાયોપિકના વિવેચકોએ કરેલા વખાણ કેટલાં સાચા કે એને કેટલી કમાણી કરી એની ચર્ચા નથી કરવી.

બોની કપૂર જેવો પીઢ અને ખમતીધર નિર્માતા હોય, ‘બધાઈ હો’ જેવી હિટ ફિલ્મનો દિગ્દર્શક અમિત રવિન્દ્રનાથ શર્મા હોય, હીરો એવર ડિપેન્ડેબલ અજય દેવગણ હોય, પ્રિયમણી અને ગજરાજ જેવા દમદાર સહકલાકારો હોય, એ.આર. રહેમાનનું મ્યુઝિક હોય અને ઝી સ્ટુડિયોનું બેકિંગ હોય છતાં આ ફિલ્મની રિલિજ વારંવાર ઠેલાવા પાછળના ભેદ-ભરમ, વ્યૂહ અને વાદવિવાદ વિશે ઘણી ગોસિપિંગ ચાલી રહી છે. અધૂરામાં પૂરું, હિરો દ્વારા કોઈ જાતના પ્રચાર વગર આ ફિલ્મને રિલીઝ કરી દેવાઈ. કુછ ગરબડ જરૂર હૈ દયા…

મૂળ આયોજન મુજબ ‘મૈદાન’ ૨૦૨૩ની ૨૩મી જૂને રજૂ થવાની હતી. આ સ્પોર્ટસ મુવી સાધારણ મસાલા મુવી નહોતી, ખૂબ મહત્ત્વનો પ્રોજેક્ટ હતો. જેનામાં શાહરુખ ખાનની હવે કલાસિક ગણાવાતી ‘ચક દે ઈન્ડિયા’ની પડખે વટથી ઊભા રહેવાની શક્યતા ઘણાંને દેખાઈ હતી. સૌથી મહત્ત્વની બાબત એ કે આમાં દુનિયાભરના સાચુકલા ફૂટબોલ ખેલાડીએ ભાગ લીધો હતો. એટલું નહીં, આ ફિલ્મ માટે રિયલ ફૂટબોલ મેચનું શૂટિંગ થયું હતું. ખુદ દિગ્દર્શક અમિત શર્માએ જહેમત પૂર્વક ફ્રાંસ, જાપાન, સાઉથ કોરિયા અને થાઈલેન્ડના ફૂટબોલ ખેલાડીઓને આમંત્રિત કર્યા હતા. યુનિટમાં સૌને હતું કે આ અસાધારણ ફિલ્મ બનશે, જેના માટે આપણે જ નહીં, દેશ ગર્વ લઈ શકશે.

આવી ફિલ્મને બનવામાં વાર લાગે. ખૂબ મોટા પાયે નિર્માણ હાથ ધરાય ત્યારે ઘણી બાબતો આગળ-પાછળ થાય. ખર્ચા ધાર્યા કરતાં વધી જાય, પરંતુ આ બાબતે બોની કપૂરે ફોડ પાડ્યો હતો કે નિર્ધારિત બજેટમાં જરાય વધારો થયો નહોતો. મૂળ શૂટિંગ તો સમયસર આટોપાઈ ગયું હતું પણ ગુણવત્તાસભર વીએફએક્સ માટે સમય લાગી ગયો હતો.

પોસ્ટ પ્રોડક્શનનું બધું કામ આટોપાઈ ગયા બાદ રિલીઝની ડેટ પર વાત આવી, ત્યારે ઘણી સ્પર્ધા સામે આવી. ક્યારેક સલમાન ખાનની “ટાઈગર થ્રી, તો ફરી રણબીર કપૂરની “એનિમલ સામે ટક્કર લેવી પડે એમ હતી, ફિલ્મના હિતમાં રિલીઝને પાછી ઠેલાઈ, ન ઈદ મળી, ન દિવાળી.

આમે ય સ્પોર્ટસ પરની ફિલ્મને આપણા દેશમાં ઝાઝો પ્રતિસાદ મળતો નથી, “લગાન અને “ચક દે ઈન્ડિયાના અપવાદ સિવાય. પ્રકાશ ઝાની રાજકિરણ- દીપ્તિ નવલ સાથેની ફૂટબોલ પરની “હિપ હિપ હુરરે (૧૯૮૪), અરુણા-રાજેની નસીરૂદ્દીન શાહ-સ્મિતા પાટીલ-વિક્રમ સાથેની ફૂટબોલની રમત પરની “સિતમ (૧૯૮૨), દેવ-આનંદની આમિરખાન સાથેની ક્રિકેટ પરની “અવ્વલ નંબર (૧૯૯૦)થી લઈને “જર્સી “ઘુમ્મર અને “૮૩ સહિતની ફિલ્મોની સફર બહુ યાદગાર રહી નથી. આમાં ઘણી ફિલ્મ સારી હતી, ખૂબ મહેનત કરાઈ હતી પણ પ્રેક્ષકોનો પ્રેમ ન મળ્યો.
આ બધા જૂના અણગમતા રેકોર્ડસ વચ્ચે “મૈદાનમાં ખૂબ મહેનત કરાઈ. સાત-સાતવાર રિલીઝ પાછી ઠેલાયા બાદ અંતે મૈદાન રિલીઝ થઈ. અમુક વિવેચકોને ફિલ્મનો ફર્સ્ટ હાફ ઢીલો લાગ્યો, તો ઈન્ટરવલ પછીનો ભાગ એકદમ જબરદસ્ત લાગ્યો. અજયની એક્ટિગના ભરપૂર વખાણ થાય છે. સંગીત અને પટકથાને કમજોર ગણાવામાં.

“મૈદાન શરૂ થઈ, બની, રિલીઝ પોસ્ટપોન થતી રહી ને પ્રચારના લેશમાત્ર ગાજવીજ વગર હવે રિલીઝ થઈ. આ મુસાફરીમાં ખરેખર શું થયું, શા માટે થયું અને એક એક સપનું શા માટે સફળ ન થયું એ વાતો બહાર આવવી જોઈએ. પણ કોઈ સાચું બોલવાની હિમ્મત કરશે! કોણ! ક્યારે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza