મહારાષ્ટ્ર

નગર પાલિકાની ચૂંટણીના પરિણામો અંગે ગડકરીએ કોને પાઠવ્યા અભિનંદન જાણો?

નાગપુર: મુંબઈ સહિત રાજ્યની 29 પાલિકામાં ભાજપ-શિવસેનાને મળી રહેલી ઝળહળતી સફળતાને પગલે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમજ પક્ષના કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને સીએમ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્રની પ્રગતિ તરફની યાત્રા વધુ મજબૂત બનશે એમ તેમણે જણાવ્યું હતું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પરની એક પોસ્ટમાં, ગડકરીએ ફડણવીસ, શિંદે, રાજ્ય ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણ, રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળે અને તમામ પક્ષના કાર્યકરોને અભિનંદન આપ્યા હતા.

ગડકરીએ જણાવ્યું હતું કે તેઓ રાજ્યની જનતાના આભારી છે જેમણે વિકાસને પ્રાથમિકતા આપીને ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિમાં વિશ્વાસ દર્શાવ્યો. આ વિજય વિકાસના માર્ગ પર આગળ વધી રહેલી મહાયુતિ સરકારને વધુ મજબૂત બનાવશે.

(પીટીઆઈ)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button