ફ્રેશર્સ પાર્ટીમાં મારપીટ કરાતાં વિદ્યાર્થીનું મોત: છ પકડાયા | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

ફ્રેશર્સ પાર્ટીમાં મારપીટ કરાતાં વિદ્યાર્થીનું મોત: છ પકડાયા

લાતુર: લાતુર જિલ્લામાં આવેલી ખાનગી કૉલેજમાં ફ્રેશર્સ પાર્ટી દરમિયાન મારપીટ કરવામાં આવતાં વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે પોલીસે છ કૉલેજ સ્ટુડન્ટને પકડી પાડ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના 8 ઑક્ટોબરે એમઆઈડીસી વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત કૉલેજમાં આયોજિત ફ્રેશર્સ પાર્ટીમાં બની હતી..

આપણ વાંચો: અમેરિકામાં અન્ય એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ, આ વર્ષની 10મી ઘટના

પાર્ટીમાં ડાન્સ દરમિયાન નાના વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. સૂરજ શિંદેની તેની કૉલેજના વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી થઈ હતી. ઉગ્ર દલીલો પછી ગુસ્સામાં આરોપીઓએ શિંદેની મારપીટ કરી લાકડીથી ફટકાર્યો હતો.

ગંભીર રીતે ઘવાયેલા શિંદેને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ એક વિદ્યાર્થીની ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ ચાર વિદ્યાર્થીની 16 ઑક્ટોબર સુધીમાં ધરપકડ કરવામાં આવી હતી.

આપણ વાંચો: સમયસર સારવાર મળી હોત તો બચી જાત! તપોવન આશ્રમશાળામાં 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત

તપાસ દરમિયાન બે સગીર વિદ્યાર્થીની સંડોવણી પણ સામે આવી હતી. બન્નેને 21 ઑક્ટોબરે તાબામાં લેવાયા હતા. બન્ને સગીર સાથે આ કેસમાં પકડાયેલા આરોપીની સંખ્યા છ પર પહોંચી હતી. સબ-ઈન્સ્પેક્ટર સુરેશ પોગુલવારની ટીમ આ મામલે વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button