આમચી મુંબઈમહારાષ્ટ્ર

લોકોનું જીવનધોરણ સુધારવા માટે મહારાષ્ટ્રમાં સરકારમાં બદલવી જરૂરી: શરદ પવાર

જળગાંવ: મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ-એનસીપીની સરકાર પર પ્રહાર કરતાં એનસીપી-એસપીના સુપ્રીમો શરદ પવારે સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના જીવનધોરણમાં સુધારો કરવો હોય તો રાજ્યમાં બદલાવની અત્યંત જરૂર છે.

મહાવિકાસ આઘાડી (એમવીએ)ના સમર્થનમાં ઉત્તર મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના પારોલા ખાતે એક ચૂંટણી રેલીને સંબોધતાં તેમણે ખેડૂતોની આત્મહત્યા, મહિલાઓ પર અત્યાચાર, વધતી બેરોજગારી જેવા મુદ્દા ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, લોકોનું જીવનધોરણ સુધારવા માટે અને તેમને સારું જીવન આપવા માટે સરકારમાં ફેરફાર જરૂરી છે.

‘બદલાપુરમાં, શાળાએ જતી છોકરીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. હું મહિલાઓ પરના અત્યાચારના કેટલા ઉદાહરણો આપું? મહિલાઓને સુરક્ષા આપવાને બદલે, તેઓએ જાહેરાત કરી કે અમે અમારી વહાલી બહેનો (લાડકી બહેન)ને પૈસા આપીશું,’ એમ રાજ્યસભાના સાંસદે જણાવ્યું હતું.

આપણ વાંચો: Maharashtra Election: બારામતીમાં ભત્રીજા માટે કાકા શરદ પવારે શું કહ્યું?

‘અમે તેનો (ગરીબ મહિલાઓને લક્ષ્યાંકિત કરીને લાડકી બહેન યોજનાના માધ્યમથી સહાય કરવાનો) વિરોધ નથી કરતા. તમે તેમને પૈસા આપ્યા, પરંતુ તમારી લાડકી બહેનોની શું હાલત છે? કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર 9,000 છોકરીઓ ગાયબ થઈ ગઈ છે, એમ એમવીએના સ્ટાર પ્રચારકે જણાવ્યું હતું.

ભૂતપૂર્વ કેન્દ્રીય કૃષિ પ્રધાને ખેડૂત પરિવારોને નિયમિત આવકના સ્ત્રોત તરીકે માત્ર ખેતી પર આધાર રાખવાને બદલે નોકરીઓ લેવા વિનંતી કરી હતી.

એનસીપી-એસપીના વડાએ કહ્યું હતું કે, ‘જ્યાં સુધી સરકાર બદલાય નહીં ત્યાં સુધી તમારી જીવનશૈલીમાં કોઈ સુધારો થઈ શકે નહીં. સરકારમાં પરિવર્તનની અત્યંત જરૂર છે. અમે તે તરફ કામ કરી રહ્યા છીએ.

પવારે લોકોને કહ્યું હતું કે, ‘અમે નક્કી કર્યું છે કે અમે જે કરવું પડે તે બધું જ કરીશું. અમે સખત મહેનત કરીશું, મહારાષ્ટ્રના દરેક ખૂણે-ખૂણે જઈશું અને લોકોને કહીશું કે સરકાર બદલવાની જરૂર છે.

આપણ વાંચો: પાંચ દાયકાની રાજકીય સફરનો આવશે અંત? શરદ પવારે આપ્યા સંકેત…

તેમણે કહ્યું કે વિપક્ષી ઈન્ડી ગઠબંધને આ વર્ષની લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નકારીને બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલ બંધારણને બદલવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી છે.

‘તમે અમને મહારાષ્ટ્રમાં 48 (લોકસભા)માંથી 31 બેઠકો આપી અને મોદી બંધારણ બદલવાનું પાપ કરી શક્યા નહીં. મોદીએ ચંદ્રાબાબુ નાયડુ (જેઓ ટીડીપીના વડા છે) અને નીતીશ કુમાર (જેડી-યુના વડા)ની મદદથી સરકાર બનાવવી પડી,’ એમ પવારે કહ્યું હતું અને લોકોને આગામી સપ્તાહની ચૂંટણીમાં એમવીએના ઉમેદવારોને મત આપવાની અપીલ કરી હતી.

288 સભ્યોની રાજ્ય વિધાનસભા માટે 20 નવેમ્બરે મતદાન થશે અને ત્રણ દિવસ પછી પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યભરમાં 4,140 જેટલા ઉમેદવારો મેદાનમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker