આમચી મુંબઈમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

ઔરંગઝેબનો જયજયકાર અને સાવરકરનું અપમાન કેમ?: એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સવાલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
લોકસભા ચૂંટણીનું આખા દેશમાં વાતાવરણ છે, ત્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની પ્રચારસભાઓ ચાલી રહી છે. શિવસેના અને શિવસેના (યુબીટી) વચ્ચે સામ સામે આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને એવો સવાલ કર્યો હતો કે ઔરંગઝેબનો જયજયકાર અને સાવરકરનું અપમાન મહાવિકાસ આઘાડી દ્વારા કેમ થઈ રહ્યું છે.

એક ખાનગી મરાઠી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કૉંગ્રેસની જોરદાર ઝાટકણી કાઢી હતી.

એકનાથ શિંદેએ અલગ અલગ પ્રશ્ર્નોના જવાબમાં કહ્યું હતું કે જે કામ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે તે કામ કૉંગ્રેસ 60 (સાઠ) વર્ષમાં કરી શકી નહોતી. જનતાના મનની સરકાર આવી હોવાથી કામો માર્ગે લાગ્યા હતા. અમારી સરાકરના આગમન પહેલાં ફક્ત ઈગોને કારણે અનેક કામો અટકી પડ્યા હતા. જ્યારે જનતાના હિતના કામ હોય ત્યારે તો માણસે ઈગો બાજુ પર રાખવો જોઈતો હતો, એમ કહીને તેમણે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ટોણો માર્યો હતો.

આપણ વાંચો: ભાખરી ખાવાની ભારતની અને ચાકરી કરવાની પાકિસ્તાનની: એકનાથ શિંદેએ કૉંગ્રેસની ઝાટકણી કાઢી

તેઓ જ્યારે ત્યારે મુંબઈકર, મુંબઈકર કર્યા કરતા હોય છે, પરંતુ મુંબઈગરા માટે તેમણે શું કર્યું? મુંબઈની બહાર ગયેલા મુંબઈગરાને પાછા મુંબઈમાં લાવવાનું અમારું વિઝન છે. ડેવલપમેન્ટ જ અમારો મુદ્દો છે, એમ પણ એકનાથ શિંદેએ કહ્યું હતું.
મહાયુતિનો એજેન્ડા વિકાસનો એજેન્ડા છે. મારો એક પ્રામાણિક મત છે કે જ્યારે અમે મહાવિકાસ આઘાડીની સરકારમાં હતા ત્યારે સાવરકર વિરુદ્ધ કૉંગ્રેસે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારે હિન્દુત્વ, હિન્દુત્વ બોલનારા એકદમ શાંત બેઠા હતા. તેમને સાવરકર નથી જોઈતા તેમને ઔરંગઝેબ ચાલે છે. આ મહારાષ્ટ્રનું કમનસીબ છે, એમ તેમણે કહ્યું હતું.

અમારી નજર સામે આવું બધું થઈ રહ્યું હતું ત્યારે પછી અમારે ન છૂટકે ‘તે’ નિર્ણય લેવો પડ્યો હતો. મુખ્ય પ્રધાનપદ માટે તમે બાળાસાહેબના વિચારો છોડી દીધા, એવી ટીકા એકનાથ શિંદેએ કરી હતી.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એમ પણ કહ્યું હતું કે તમે હવે કૉંગ્રેસની ભાષા બોલવા લાગ્યા છો. કૉંગ્રેસ હવે પાકિસ્તાનની ભાષા બોલવા લાગી છે. આથી બાળ ઠાકરેના વિચારો કોની પાસે છે? ધનુષ્ય-બાણ કોની પાસે છે? એવા સવાલ એકનાથ શિંદેએ ઉપસ્થિત કર્યા હતા.

મહાયુતિમાં બેઠકોની વહેંચણીમાં કોઈ પ્રકારની કડવાશ જોવા મળી નથી. અમારે એક મતદારસંઘમાં બે-બે ઉમેદવાર ઊભા રાખવા પડ્યા નહોતા. અમારી વિચારધારા એક જ છે. અમારો ટાર્ગેટ પણ એક જ છે. હવે દેશ મજબૂત બની રહ્યો છે અને મોદી સરકાર સત્તામાં આવે તે અમારો એકમાત્ર એજેન્ડા છે, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…