નાશિકની બેઠક માટે મહાયુતિમાં ખેંચાખેંચી, જાણો ભુજબળનું શું માનવું છે
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઇ ગઇ છે છતાં મહાવિકાસ આઘાડી હોય કે પછી મહાયુતિ બંનેમાં બેઠકોની વહેંચણીનો મુદ્દે હજી ગૂંચવાયેલો છે. તેમાં પણ મહાયુતિમાં નાશિક બેઠક ઉપરથી લડવા માટે મુખ્ય પક્ષો ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી આ ત્રણેય તત્પર છે.
જોકે, આ મુદ્દે યોગ્ય સમાધાન લાવવામાં આવશે, તેવું છગન ભુજબળનું કહેવું છે. છગન ભુજબળે નાશિક બેઠક અંગે જણાવ્યું હતું કે આ બેઠકના મુદ્દે આંતરિક ચર્ચા કરીને બેઠક જે પણ પક્ષના ફાળે જશે તેને બધા જ પક્ષ સમર્થન આપશે અને એકસાથે મળીને કામ કરશે.
આપણ વાંચો: મહાયુતિમાં ભંગાણના એંધાણ? લોકસભાની ચૂંટણીમાં શિંદે જૂથ જેટલી જ બેઠકો જોઇએ, છગન ભુજબળની માંગણી
કૉંગ્રેસ અને ભાજપે પોતાની બેઠકોની યાદી જાહેર કરેલી છે જોકે, મહાયુતિમાં અજિત પવાર જૂથ અને એકનાથ શિંદે જૂથે હજી પણ પોતાના ઉમેદવારો કઇ બેઠક ઉપરથી લડશે તેની યાદી જાહેર કરી નથી.
એવામાં અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળે આપેલું આ નિવેદન અત્યંત સૂચક છે અને મહાયુતિમાં સંપીને કામ કરવામાં આવી રહ્યું હોવાની તેમ જ સકારાત્મક ચર્ચા ચાલી રહી હોવાનું આ નિવેદન ઉપરથી જાણવા મળે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાશિક લોકસભા બેઠક માટે મારું નામ ચર્ચામાં નથી. મીડિયાએ જ મારા નામની ચર્ચા જગાવી છે. હજી સુધી મહાયુતિમાં નાશિકની બેઠક માટે ચર્ચા ચાલી રહી છે અને આ બેઠક માટે મુંબઈના પણ અનેક લોકો ઇચ્છુક છે. જોકે ત્રણેય પક્ષ આ બેઠક અંગે ચર્ચા કર રહ્યા છે. ચર્ચા બાદ કોઇપણ પક્ષનો ઉમેદવાર અહીં ઊભો રહે અમે તેમને જીતાડવા માટે કામ કરીશું