લાડકી

વોચ,મી એન્ડ માયસેલ્ફ

પુરૂષોનો લુક હંમેશા મર્યાદિત હોય છે. માત્ર ૨ અથવા ૩ કોમ્બિનેશનમાં તેઓ રેડી થવાનું પસંદ કરે છે

સ્પેશિયલ – ખ્યાતિ ઠક્કર

પુરુષોનો એક માત્ર શોખ એટલે વોચ.પછી ઘડિયાળ ગમ્મે તેટલી મોંઘી કેમ ના હોય.ઘણા પુરૂષો તો એટલા ચોક્કસ હોય છે તેમની ઘડિયાળ માટે કે તેઓ તેમના કપડાં તેમજ શૂઝ સાથે ઘડિયાળ મેચ કરે છે.અને હવે તો માર્કેટમાં એટલા એપ્શન્સ અવેલેબલ છે કે, જેઓને ઘડિયાળ વસાવવાનો શોખ છે તેઓ તે પણ પૂરો કરી શકે છે.

ઘડિયાળમાં ખુબ બધી વેરાઈટી આવે છે જેમકે, ડ્રેસ વોચ, સ્પોર્ટ્સ વોચ, એથ્લેટિક વોચ, ડાઇવ વોચ વગેરે. અહીં આપણે ડ્રેસ વોચ અન કેઝયુઅલી પહેરવામાં આવતી વોચની વાત કરીએ.
ડ્રેસ વોચ એટલે ખાસ કરીને સૂટ સાથે અથવા કોઈ સ્પેસિફિક ઇવેન્ટમાં પહેરવામાં આવતી વોચ. આ ઘડિયાળની રેન્જ રૂપિયા ૨૦૦૦ થી લઈને લાખો સુધી હોય છે. તમારો જેવો શોખ અને અને જેવી તમારા ખિસ્સાની સગવડ.

પુરૂષોનો લુક હંમેશા મર્યાદિત હોય છે. માત્ર ૨ અથવા ૩ કોમ્બિનેશનમાં તેઓ રેડી થવાનું પ્રિફર કરે છે. એટલે કે જો લાઈટ બ્લ્યુ કલરનું ડેનિમ હોય તો તેની સાથે વાઈટ શર્ટ અને રેડ અથવા યેલ્લો કલરની જી-શોક વોચ એક સ્માર્ટ કેઝયુઅલ લુક આપી શકશે.

આ લુકમાં ઓવર ઓલ કલર કોમ્બિનેશન મર્યાદિત છે, પરંતુ રેડ અથવા યેલ્લો કલરની જી- શોક વોચથી ઓવેર ઓલ લુક હાઈલાઈટ થાય છે.અથવા તો ગ્રીન કલરના ચિનોઝ અને તેની સાથે બ્લેક શર્ટ,આ લુક સાથે ૠખઝવોચ સારી લાગી શકે.

સ્માર્ટ વોચના જમાનામાં તમારી ઘડિયાળ જ તમારી ઓળખ ઉભી કરે છે. બ્લેક ટ્રાઉઝર સાથે બ્લેક શર્ટ અને તેની સાથે સ્ટેનલેસ સ્ટીલના બેલ્ટ વાળી સ્માર્ટ વોચ એક આઉટસ્ટેન્ડિંગ લુક આપી શકે. હવે તો ડીટેચેબલ બેલ્ટ વાલી ઘડિયાળ આવે છે જેમાં તમે તમારા આઉટફિટ સાથે તમારી ઘડિયાળના બેલ્ટ મિક્સ એન્ડ મેચ કરી શકો. કલરફુલ બેલ્ટ વાળી ઘડિયાળ એક ચોક્કસ પર્સનાલિટીને સારી લાગી શકે. તેમજ જો તમે સ્માર્ટ વોચ કેરી ના કરી શકવાના હોવ તો ન પહેરવી. બધા પેહેર છે એટલે આપણે પણ વસાવીએ તે વલણ ન રાખવું.

ઘડિયાળના સ્ટ્રેપમાં (બેલ્ટ) પણ અલગ અલગ વેરાઈટી આવે છે જેમકે,સ્ટીલ સ્ટ્રેપ અને લેધર સ્ટ્રેપ.સ્ટીલ સ્ટ્રેપમાં પણ વેરાઈટી આવે છે જેમકે,ઓન્લી બ્લેક,ઓન્લી સિલ્વર,ઓન્લી ગોલ્ડન, સિલ્વર એન્ડ ગોલ્ડન મિક્સ. તમારી જરૂરિયાત પ્રમાણે તમેં કોઈ પણ પેર્ટનની ઘડિયાળ વસાવી શકો. તેમજ લેધર સ્ટ્રેપમાં પણ ઘણી વેરાઈટી આવે છે જેમકે, ટેન, લાઈટ બ્રાઉન, વાઈટ, બ્લેક વગેરે. લેધર સ્ટ્રેપ વાળી વોચ તમે ખાખી ટ્રાઉઝર,વાઈટ શર્ટ સાથે પેહરી એક સ્માર્ટ લુક આપી શકો .

ખાસ ધ્યાન રાખવા જેવી બાબત તો એ છે કે , વધારે કલરફુલ કોમ્બીનેશન ના પહેરવું. તમને જે ઘડિયાળ સારી લાગે અને જે વધારે સૂટ કરતી હોય તે જ પહેરવી.

જો તમારી પાસે મોંઘા માં મોંઘી ઘડિયાળ હોય તો તેનો કોઈ પણ જગ્યાએ પહેરી વધારે પડતો શો ન કરવો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door