લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
तंटा તાવીજ
तांबट કજિયો
तांबड ધાંધલ
ताइत કંસારો
तारंबळ લાલ

ઓળખાણ પડી?
ગયા અઠવાડિયે ટોરોન્ટો શહેરમાં કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટમાં સૌથી નાની ઉંમરે
વિજેતાપદ મેળવનાર હોનહાર ભારતીય ખેલાડીની ઓળખાણ પડી?
અ) વિદિત ગુજરાતી બ) આર. પ્રજ્ઞાનંધા ક) ડી. ગુકેશ ડ) પી. હરિકૃષ્ણ

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. પુરુષના સસરાની એકમાત્ર દીકરીના જેઠનો પુત્ર પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) ભાણેજ બ) ભઈલો ક) ભત્રીજો ડ) સાળો

જાણવા જેવું
રંગૂન બહારના પ્રદેશને ગુજરાતીઓ જંગલ કહેતા. પછી તે રંગૂનથી બે
માઈલ, બાવીસ માઈલ, બસો માઈલ કે બે હજાર માઈલ દૂર હોય. રંગૂનથી બાર માઈલ દૂર ઇન્સીન કરીને રંગૂનનું એક પરૂં છે. તે પણ જંગલ અને છેક ચીનની સરહદ ઉપરનો પ્રદેશ પણ જંગલ. આથી ‘એ ભાઈ જંગલ ગયા છે’ એમ કહેવામાં
આવે ત્યારે એ રંગૂનની સરહદ ઓળંગી ગયા છે એટલું જ સમજી શકાય.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં ધૂળનો પર્યાય સંતાઈને બેઠો છે એ શોધી કાઢો જોઉં.
આભની ડાળી ઉપર સૂરજનું ફળ પાકી ગયું.

નોંધી રાખો
આશા – નિરાશા જીવનનો ક્રમ છે. જે નિરાશાને ક્યારેય જોતાં નથી તે આશા પણ ક્યારેય ખોતા નથી અને જે પ્રયત્નો પર જીવી જાણે છે તે કિસ્મત પર ક્યારેય રોતા નથી.

માઈન્ડ ગેમ
હાલના તબક્કે કેટલાક દેશમાં મહિલા દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન છે. કાટેરિના સાકેલારોપોલો કયા દેશનાં પ્રમુખ છે એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
૧) બ્રાઝીલ ૨) ન્યુ ઝીલેન્ડ
૩) ઈથિયોપિયા ૪) ગ્રીસ

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
संगनमत મસલત
संगोपन ઉછેર
सांगड તરાપો
सांडणे ઢોળવું
सुगावा ભાળ, પત્તો

ગુજરાત મોરી મોરી રે
બહેન

ઓળખાણ પડી?
આર. વૈશાલી

માઈન્ડ ગેમ
સુશીલા નાયર

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મય

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂળરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) અબદુલ્લા એફ. મુનીમ (૭) પ્રતિમા પમાણી (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) નીતા દેસાઈ (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) ભારતી બુચ (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીશી બંગાળી (૧૭) પુષ્પા પટેલ (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) મીનળ કાપડિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) લજિતા ખોના (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) ભાવના કર્વે (૨૮) મહેન્દ્ર લોઢાવિયા (૨૯) કલ્પના આશર (૩૦) હર્ષા મહેતા (૩૧) મહેશ દોશી (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) રજનીકાંત પટવા (૩૫) સુનીતા પટવા (૩૬) પુષ્પા ખોના (૩૭) અંજુ ટોલિયા (૩૮) અલકા વાણી (૩૯) દિલીપ પરીખ (૪૦) અરવિંદ કામદાર (૪૧) સુરેખા દેસાઈ (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નિતીન બજરિયા (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ (૪૮) ઈનાક્ષી દલાલ (૪૯) હેમુ હરીશ ભટટ્ટ (૫૦) શીલા શેઠ (૫૧) ગિરીશ શેઠ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…