બોલો, હવે પાકિસ્તાનમાં આટલા દિવસ રહેશે Social Media પર પ્રતિબંધ, જાણો કેમ?
લાહોરઃ ચાર મહિના કરતાં વધુ સમય સુધી એક્સને સફળતાપૂર્વક બ્લોક કર્યા બાદ પાકિસ્તાન સરકાર હવે તેરથી ૧૮ જુલાઇ સુધી છ દિવસ માટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ- યુટ્યુબ, વ્હોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક પર પ્રતિબંધ મૂકવા જઇ રહી છે.
ઇસ્લામિક રમઝાન મહિના દરમિયાન નફરત ફેલાવતી સામગ્રીને નિયંત્રિત કરવાની જરૂરિયાતને ટાંકીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી મરિયમ નવાઝની કાયદા અને વ્યવસ્થાની કેબિનેટ સમિતિએ પંજાબમાં છથી ૧૧ મુહર્રમ (૧૩-૧૮ જુલાઇ) દરમિયાન બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે.
આ પણ વાંચો: Bollywood Gossip: આ બાળક દીપિકા અને રણવીરનું નથી? શું છે Social Media પર કરાઈ દાવાની હકીકત..
ગઈકાલે મોડી રાત્રે પંજાબ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સૂચના અનુસાર આનો ઉદ્દેશ્ય સાંપ્રદાયિક હિંસાથી બચવા માટે નફરત ફેલાવતી સામગ્રી અને ખોટી માહિતીને નિયંત્રિત કરવાનો છે.
મરિયમ નવાઝની આગેવાનીવાળી પંજાબ સરકારે તેના ચાચા શહબાજ શરીફના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને આ છ દિવસ માટે ઇન્ટરનેટ પર તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સ્થગિત કરવાની સૂચના જારી રાખવાનો આગ્રહ કર્યો છે.
આ પગલું ઇસ્લામિક કેલેન્ડરના એક સંવેદનશીલ સમય દરમિયાન શાંતિ અને સદ્ભાવના જાળવી રાખવાના પ્રયાસો વચ્ચે લેવામાં આવ્યું છે. આ નિર્ણયથી પંજાબ પ્રાંતના ૧૨૦ મિલિયનથી વધુ લોકો મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધથી પ્રભાવિત થશે.