ઇન્ટરનેશનલ

કોંગોના પ્રમુખ શહેર પર વિદ્રોહીઓનો કબજોઃ એકતરફી યુદ્ધવિરામની કરી જાહેરાત

ગોમા (કોંગો): પૂર્વ કોંગોના પ્રમુખ શહેર ગોમા પર કબજો કરનારા રવાન્ડા સમર્થિત વિદ્રોહીઓએ સોમવારે માનવતાવાદી કારણોસર ક્ષેત્રમાં એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. સહાયતા માટે એક સુરક્ષિત કોરિડોર અને સેંકડો હજારો વિસ્થાપિત લોકોને મદદ કરવા માટે આ યુદ્ધ વિરામની જાહેરાત કરાઇ હતી.

એમ23 બળવાખોરોએ જણાવ્યું હતું કે યુદ્ધવિરામ મંગળવારથી શરૂ થશે. સંયુક્ત રાષ્ટ્રની હેલ્થ એજન્સીએ ગયા અઠવાડિયે ગોમામાં બળવાખોરો અને કોંગો સેના વચ્ચે થયેલી લડાઈમાં ઓછામાં ઓછા 900 લોકો માર્યા ગયા હોવાની જાણકારી આપ્યાના થોડા સમય પછી કરવામાં આવી હતી.

સરકારી અધિકારીઓએ અગાઉ મૃત્યુઆંક 776 હોવાનું જણાવ્યું હતું. બે મિલિયન લોકોની વસ્તી ધરાવતું આ શહેર એક એવા ક્ષેત્રમાં છે જ્યાં ટ્રિલિયન ડોલરની ખનિજ સંપત્તિ છે અને ગયા અઠવાડિયે ગોમા પર નિયંત્રણ મજબૂત કર્યા પછી બળવાખોરોએ પૂર્વી કોંગોના અન્ય વિસ્તારોમાં કબજો જમાવ્યો હતો.

આપણ વાંચો: ભારત આવતા તેલ ટેંકરો પર હુતી વિદ્રોહીઓએ કર્યો મિસાઈલ હુમલો

વિદ્રોહીઓ એક અન્ય પ્રાંતિય રાજધાની બુકાવું તરફ આગળ વધી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે પરંતુ બળવાખોરોએ સોમવારે કહ્યું હતું કે તેઓ માનવતાવાદી મદદને મંજૂરી આપવા માટે યુદ્ધ રોકી દેશે અને બુકાવુ પર કબજો કરવાનો તેમનો કોઈ ઇરાદો નથી. જોકે તેઓએ અગાઉ હજાર માઇલ દૂર રાજધાની પર કૂચ કરવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી હતી.

એમ23 વિદ્રોહીઓના પ્રવક્તા લોરેન્સ કાન્યુકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એ સ્પષ્ટ કરવું જોઈએ કે બુકાવુ કે અન્ય વિસ્તારો પર કબજો કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. જો કે, અમે વસ્તી અને અમારા સ્થાનોનું રક્ષણ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ.”

આપણ વાંચો: એક વિદ્રોહી ગાયકને મળ્યો સંગીત કલાનિધિ એવૉર્ડ

કોંગો સરકાર તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આ જાહેરાત દક્ષિણ અને પૂર્વી આફ્રિકાના પ્રાદેશિક જૂથો દ્વારા આ અઠવાડિયે સંયુક્ત શિખર સંમેલન પહેલા કરવામાં આવી છે, જેમણે યુદ્ધવિરામની હાકલ કરી છે.

કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ સોમવારે જણાવ્યું હતું કે કોંગો અને રવાન્ડાના રાષ્ટ્રપતિઓ તેમાં હાજરી આપશે. જી-7 દેશોના વિદેશમંત્રીઓએ યુદ્ધમાં સામેલ તમામ પક્ષોને વાટાઘાટો માટે આગળ આવવાની વિનંતી કરી હતી. યુએનના નિષ્ણાતોના મતે, બળવાખોરોને પડોશી રવાન્ડાના લગભગ 4,000 સૈનિકો દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે, જે 2012 કરતા ઘણી મોટી સંખ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button