અમેરિકામાં સોલિસિટર જનરલ બનેલા ભારતીય મૂળનાં મથુરા શ્રીધરન કોણ છે, કેમ થાય છે ટ્રોલ? | મુંબઈ સમાચાર

અમેરિકામાં સોલિસિટર જનરલ બનેલા ભારતીય મૂળનાં મથુરા શ્રીધરન કોણ છે, કેમ થાય છે ટ્રોલ?

ભારતીય મૂળનાં અમેરિકન વકીલ મથુરા શ્રીધરનને ઓહિયો રાજ્યની 12મી સોલિસિટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે, પરંતુ આ સિદ્ધિ ભારતીય હોવાની સાથે બિંદી લગાવવા બદલ જાતિવાદી ટ્રોલર્સની ટીકાનો ભોગ બની રહ્યા છે.

લોકોએ સવાલ પણ કર્યા હતા કે તેઓ અમેરિકન જણાતા નથી અને અનેક લોકોએ તો તેમની યોગ્યતા પર સવાલ ઊઠાવ્યા છે ત્યારે જાણીએ કોણ છે ભારતીય મૂળના મથુરા શ્રીધરન.

ઓહિયોના એટર્ની જનરલ ડેવ યોસ્ટે 31 જુલાઈના રોજ તેમની નિમણૂકની જાહેરાત કરી હતી. જોકે, મથુરાને તેમના ભારતીય મૂળ અને માથા પર ચાંદલો લગાવવાના કારણે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. આ ઘટનાએ અમેરિકામાં ગન કલ્ચરની સાથે જાતિવાદીનો મુદ્દો પણ ઉજાગર કર્યો છે.

આપણ વાંચો: કેનેડામાં ટ્રુડો પછી કોણ બનશે PM: ભારત મૂળનાં અનિતા આનંદ રેસમાંથી બહાર…

નિમણૂક અને ટ્રોલિંગનો વિવાદ

વાસ્તવમાં વાત આખી એમ છે કે, ઓહિયોના એટર્ની જનરલ ડેવ યોસ્ટે મથુરા શ્રીધરનને રાજ્યની સોલિસિટર જનરલ તરીકે નિમણૂક કર્યા બાદ એક્સ પર તેમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે મથુરા અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિ છે.

જોકે, આ નિમણૂક બાદ મથુરાને ભારતીય મૂળ અને ચાંદલાને લગાવવાને કારણે જાતિવાદી ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. ટ્રોલર્સે સવાલ ઉઠાવ્યો કે આટલા મહત્વના પદ માટે કોઈ ‘અમેરિકન’ને કેમ નહીં પસંદ કરવામાં આવ્યા, જ્યારે બીજા એક યુઝરે લખ્યું કે, “ચાંદલો ભલે નાનો હોય, પણ તે દેખાય છે,” જે તેમની સંસ્કૃતિનું અપમાન કરે છે.

આપણ વાંચો: સુભાંશુ નાસાના મિશનમાં સ્પેસમાં જનારા પાંચમા ભારતીય હશે

રંગભેદથી નામ ખટકે તો સમસ્યા તમારી વિચારધારામાં

ઓહિયોના એટર્ની જનરલ ડેવ યોસ્ટે ટ્રોલ્સની ટીકાનો આકરો જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે મથુરા શ્રીધરન અમેરિકન નાગરિક છે, તેમના પતિ અમેરિકન નાગરિક છે અને તેમના માતા-પિતા પણ નેચરલાઈઝ્ડ અમેરિકન નાગરિકો છે.

યોસ્ટે એક્સ પર લખ્યું, “જો તેમનું નામ કે તેમનો રંગ તમને ખટકે છે, તો સમસ્યા તેમની નિમણૂકમાં નહીં, પરંતુ તમારી વિચારસરણીમાં છે.” તેમણે મથુરાની કાનૂની કુશળતાની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેમના પુરોગામી સોલિસિટર જનરલ્સ, ફ્લાવર્સ અને ગેસરે પણ તેમની ભલામણ કરી હતી.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : મોદી વિરોધી રોડ શો, કેનેડા હવે ભારતનું મિત્ર ના બની શકે…

કોણ છે મથુરા શ્રીધરન?

મથુરા શ્રીધરન એક ભારતીય મૂળનાં અમેરિકન વકીલ છે, જે હાલ ઓહિયોના એટર્ની જનરલ ઑફિસમાં ડેપ્યુટી સોલિસિટર જનરલ તરીકે કામ કરે છે. તેમણે ઓહિયોના ટેન્થ એમેન્ડમેન્ટ સેન્ટરના ડિરેક્ટર તરીકે બે વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું, જ્યાં તેમણે ગેરકાયદે ફેડરલ નીતિઓ સામે ઓહિયોના નાગરિકોનું રક્ષણ કરવા માટે કેસ શરૂ કર્યા હતા.

તેમણે યુએસ સુપ્રીમ કોર્ટ અને અન્ય અપીલ કોર્ટમાં ઘણી દલીલો રજૂ કરી છે. મથુરાએ મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (MIT)માંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ અને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રી મેળવી છે, તેમ જ ન્યૂ યોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઑફ લૉમાંથી 2018માં જ્યુરિસ ડોક્ટર (JD) પૂર્ણ કર્યું છે.

મથુરા શ્રીધરનની નિમણૂકે અમેરિકામાં નસ્લવાદ અને સાંસ્કૃતિક પૂર્વગ્રહના મુદ્દાઓને ઉજાગર કર્યા છે. ટ્રોલ્સે તેમના ભારતીય મૂળ અને બિંદી જેવા સાંસ્કૃતિક પ્રતીકો પર ટિપ્પણી કરીને તેમની અમેરિકન નાગરિકત્વ પર સવાલ ઉઠાવ્યા.

એક ટ્રોલે લખ્યું, “શું તે ખ્રિસ્તી છે? ચાંદલો જોતાં નથી લાગતુ” અન્યએ લખ્યું હતું કે “શ્રીધરન જેવું નામ ધરાવનાર કોઈ અમેરિકન નાગરિક નથી.” આ ટિપ્પણીઓ દર્શાવે છે કે નસ્લવાદી વલણ હજુ પણ સમાજમાં ઊંડે રહેલું છે.

ડેવ યોસ્ટે આવી ટીકાઓનો વિરોધ કરતાં મથુરાની યોગ્યતા અને દેશભક્તિની પ્રશંસા કરી, જે આવા વિવાદો સામે લડવાની જરૂરિયાત દર્શાવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button