ઇન્ટરનેશનલ

હમાસને મોટો ઝટકો આપ્યો ઇઝરાયલે

હમાસનો એન્ટી-ટેન્ક મિસાઇલ યુનિટનો વડો ઠાર

તેલ અવીવઃ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) અને ઇઝરાયલની ગુપ્તચર એજન્સી શિન બેટે ગાઝાની અંદર હમાસના એન્ટી ટેન્ક મિસાઇલ યુનિટના વડાને મારી નાખવાનો દાવો કર્યો છે. IDFએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે મુહમ્મદ અતઝાર હવાઈ હુમલામાં માર્યો ગયો. અતઝાર ગાઝા પટ્ટીમાં હમાસ બ્રિગેડની તમામ એન્ટિ-ટેન્ક સિસ્ટમ્સ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

IDF દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે નિયમિત ધોરણે યુનિટનું સંચાલન કરી રહ્યો હતો અને તેણે જ ઈમરજન્સી સિસ્ટમને સક્રિય કરવામાં મદદ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે એન્ટી-ટેન્ક સિસ્ટમના તેના કમાન્ડ દરમિયાન ઇઝરાયલના નાગરિકો અને IDF દળો પર ઘણા હુમલા કરવામાં આવ્યા હતા. ઇઝરાયલની સેનાએ એમ પણ જણાવ્યું હતું કે તેણે યમનમાં ઇરાન સમર્થિત હુતી દ્વારા અનેક મિસાઇલ અને ડ્રોન હુમલા બાદ લાલ સમુદ્રના ક્ષેત્રમાં હવાઈ સુરક્ષા વધારી દીધી છે.


7 ઓક્ટોબરે હમાસે ગાઝા પટ્ટીમાંથી 5 હજારથી વધુ રોકેટ ફાયર કરીને ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ ઇઝરાયલે યુદ્ધની સ્થિતિ જાહેર કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ઈઝરાયલ અને હમાસના સંઘર્ષને કારણે ગાઝામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંના મોટા ભાગના સામાન્ય લોકો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…