ઇન્ટરનેશનલ

Googleએ ફરી કરી છટણીઃ 200 કમર્ચારીની નોકરી પરથી કાઢ્યા

નવી દિલ્હીઃ થોડા દિવસો પહેલા જ ગૂગલ (Google) પાયથોનની આખી ટીમને બરતરફ કરવાના સમાચાર હતા, પરંતુ તેના થોડા જ સમયમાં ફરી એકવાર કંપનીમાં મોટી છટણીના સમાચાર આવ્યા છે અને ગૂગલે 200 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હોવાની માહિતી મળી છે.

ભારતના સૌથી મોટા સર્ચ એન્જિન અને ટેક જાયન્ટ ગૂગલમાં જાણે કમર્ચારીઓની છટણીની મોસમ ખીલી છે. આ વખતે ગુગલની કોર ટીમ પર છટણીની તલવાર ત્રાટકી છે અને 200 કર્મચારીઓ તેનો ભોગ બન્યા છે. રિપોર્ટ અનુસાર, આ છટણી Google Q1 પરિણામો પહેલા કરવામાં આવી છે.

ગૂગલે તેની પ્રથમ ક્વાર્ટરની કમાણીની જાણ કરતા પહેલા 25 એપ્રિલે તેની કોર ટીમમાં મોટી છટણી કરી હતી. એક રિપોર્ટ અનુસાર, આ અંતર્ગત કંપનીએ ઓછામાં ઓછા 200 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. આ સિવાય, એવું કહેવામાં આવ્યું છે કે ગૂગલ તેની કેટલીક એપોઇન્ટમેન્ટને ભારત અને મેક્સિકોમાં ટ્રાન્સફર કરવા પર વિચાર કરી રહ્યું છે. ભૂતકાળમાં ફ્લટર, ડાર્ટ અને પાયથોન ટીમમાંથી કર્મચારીઓને દૂર કર્યા પછી ગૂગલમાં આ નવી છટણી જોવા મળી છે.

અહેવાલ મુજબ, છટણીની જાહેરાત ગૂગલ ડેવલપર ઇકોસિસ્ટમના વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવી હતી અને ગયા અઠવાડિયે તેણે આ સંબંધમાં એક ઇમેઇલ મોકલીને કોર ટીમમાં કામ કરતા તેના કર્મચારીઓને જાણ કરી હતી. આ ઉપરાંત, તેમણે ટાઉન હોલમાં છટણી અને ફેરફારો વિશે પણ વાત કરી.

ગૂગલની વેબસાઇટ અનુસાર, ‘કોર’ ટીમ કંપનીના મુખ્ય ઉત્પાદનો પાછળ ટેકનિકલ પાયો બનાવે છે. ટીમ Google પર અંતર્ગત ડિઝાઇન, ડેવલપર પ્લેટફોર્મ, પ્રોડક્ટના ઘટકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જવાબદાર છે. તાજેતરની છટણી અંગે જારી કરાયેલા આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દૂર કરવામાં આવેલી પોસ્ટમાંથી ઓછામાં ઓછી 50 પોસ્ટ કેલિફોર્નિયાના સનીવેલમાં કંપનીની ઓફિસમાં કાર્યરત એન્જિનિયરિંગ વિભાગની છે.

અગાઉ, ગૂગલમાં છટણી એક કે બે કર્મચારીઓ સુધી મર્યાદિત ન હતી, પરંતુ કંપનીએ આખી ટીમને બરતરફ કરી દીધી હતી. રિપોર્ટ અનુસાર કોસ્ટ કટિંગને ટાંકીને ગૂગલે તેની આખી પાયથોન ટીમને કાઢી મૂકી હતી. નોંધનીય છે કે પાયથોન ટીમ એ એન્જિનિયરોનું એક જૂથ છે જે વિવિધ ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામિંગ ભાષાની માંગને સંભાળે છે અને તેને સ્થિર રાખે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…