ઇન્ટરનેશનલસ્પોર્ટસ

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સઈદ અનવર ઉવાચ ‘મહિલાઓ કમાઈ રહી છે એટલે વધી રહ્યા છે છૂટાછેડા…’

નવી દિલ્હી: આજના સમયમાં દીકરી હોય કે દીકરો બધા દેશ અને દુનિયામાં ખ્યાતિ મેળવી રહ્યા છે. ઘણી વખત એવું જોવા મળે છે કે જે કામ દીકરાઓ નથી કરી શકતા તે કામ દીકરીઓ કરે છે, પરંતુ હજુ પણ લોકોની માનસિકતામાં પરિવર્તન યોગ્ય રીતે આવ્યું નથી. જ્યા ભારતમાં એક તરફ બેટી બચાવો બેટી પઢાઓ પ્રગતિશીલ નારા લગાવી રહ્યા છે.

જ્યારે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આ મામલાને લઈને એક અલગ જ વાત સામે આવી રહી છે. પાકિસ્તાનના પૂર્વ ઓપનર બેટ્સમેન સઈદ અનવરનું એક નિવેદન હાલના દિવસોમાં ચર્ચામાં છે. આ વખતે તેઓ ક્રિકેટના કારણે નહીં પરંતુ મહિલાઓને લઈને તેમના નિવેદનથી વિવાદમાં આવ્યા છે. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સઈદ અનવર તાજેતરમાં તેમણે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે દેશ અને દુનિયાની મહિલાઓ વિશે વાંધાજનક નિવેદનો આપ્યા છે. જેના કારણે તેની ઘણી ટીકા થઈ રહી છે. હકીકતમાં, સઈદ અનવરે કહ્યું છે કે પાકિસ્તાનમાં છૂટાછેડાના કેસ વધી રહ્યા છે કારણ કે મહિલાઓ હવે કમાવા લાગી છે.

પોતાના નિવેદનમાં સઈદ અનવરે કહ્યું કે દુનિયામાં દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે કે જ્યાં મહિલાઓ કમાણી કરી રહી છે ત્યાં છૂટાછેડાના કેસ વધુ જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં, સઈદ અનવરે એમ પણ કહ્યું કે અન્ય દેશોના ખેલાડીઓ પણ તે જે કહે છે તેને સ્વીકારી રહ્યા છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શોન ટેટ અને ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પણ આ વાત સાથે સહમત છે.

પાકિસ્તાન માટે 55 ટેસ્ટ અને 247 વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમનાર 55 વર્ષીય સઈદ અનવરના શબ્દો સાંભળીને તેમના ચાહકોને આઘાત લાગ્યો છે. સઈદ અનવરે વધુમાં કહ્યું હતું કે હું આખી દુનિયામાં ફરું છું અને આ કહી રહ્યો છું. મેં ઑસ્ટ્રેલિયા, યુરોપમાં બધે જોયું છે કે આજના સમયમાં જ્યારે ઘરોમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે ત્યારે પત્નીઓ તેમની કમાણીના કારણે છૂટાછેડા લઈ લે છે. લોકોની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકોએ પોતાની પત્નીઓને કમાવા માટે કામે લગાડી દીધી છે.

અનવરે વધુમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયાના મેયરે તેમને કહ્યું હતું કે જ્યારથી અમે મહિલાઓને નોકરી કરવાની મંજુરી આપી ત્યારથી અમારી સંસ્કૃતિ બરબાદ થવાની શરૂઆત થઈ છે. પાકિસ્તાનમાં જ્યારથી મહિલાઓએ કમાવાનું શરૂ કર્યું છે ત્યારથી છૂટાછેડાના કેસમાં 30 ટકાનો વધારો થયો છે. મહિલાઓ કહે છે કે તું જતો રહે, હું મારૂ ગુજરાન ચલાવી શકું અને ઘર પણ ચલાવી શકું. આ બધા ગેમ પ્લાન છે, મિત્રો, તમારે આ સમજવું પડશે, તે ખૂબ જ જરૂરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs… રિહાના બાદ હવે જોવા મળશે શકીરાનો જલવો ભારતના એ મંદિર જેના પ્રસાદના દિવાના છે ભક્તો Madhyapradeshમાં જન્મેલા આ Singersના અવાજની દુનિયા છે દિવાની