ઇન્ટરનેશનલ

બોઇંગના CEO ડેવ કેલહૌન આપશે રાજીનામું, જાણો શું છે સમગ્ર મામલો

અમેરિકા અને વિશ્વના વિવિધ દેશમાં સતત અકસ્માતોના કારણે સુરક્ષા તપાસનો સામનો કરી રહેલી અમેરિકાની જગવિખ્યાત એરક્રાફ્ટ મેન્યુફેક્ચરર બોઇંગ (Boeing) કંપનીના CEO ડેવ કેલહૌને અંતે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દે છે. બોઇંગ (Boeing)ના CEO ડેવ કેલહૌન આ વર્ષના અંત સુધીમાં તેમનું પદ છોડી દેશે. બોઇંગના વિમાનોની અકસ્માતોની ઘટનાઓ અને મેન્યુફેક્ચરિંગ ખામીઓ મળ્યા પછી ડેવ કેલહૌન પણ અનેક પ્રકારની તપાસનો સામનો કરી રહ્યા છે.

બોઇંગ (Boeing) કંપનીના બોર્ડના ચેરમેન લેરી કેલ્નરે પણ કંપનીને કહ્યું છે કે ડેવ કેલહૌન હવેથી તેમની ઉમેદવારી રજૂ કરશે નહીં. બોઇંગે એવી પણ માહિતી આપી છે કે તેના કોમર્શિયલ એરપ્લેન યુનિટના પ્રમુખ અને સીઇઓ સ્ટેન ડીલ પણ કંપનીમાંથી નિવૃત્ત થશે અને તેમની જગ્યાએ સ્ટેફની પોપ લેશે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન પણ હાલમાં બોઇંગ પર સઘન તપાસ કરી રહ્યું છે.

આપણ વાંચો: બોઇંગ 737નું ઉત્પાદન રોકવાનો અમેરિકાનો નિર્ણય, જાણો કોને અસર થશે?

5 જાન્યુઆરીએ બનેલી એક ચોંકાવનારી ઘટનામાં, લગભગ 16 હજાર ફૂટની ઊંચાઈએ 171 મુસાફરોને લઈને અલાસ્કા એરલાઈન્સના મેક્સ 9 જેટમાંથી એક ડોર પ્લગ અલગ થઈ ગયો હતો. બોઈંગ 737-9 સિરીઝના વિમાનના ઈમરજન્સી એક્ઝિટ ડોર હવામાં ઉખડી જવાની આ ઘટના પહેલા ક્યારેય સાંભળી ન હતી. એરલાઇન્સ અનુસાર, પ્લેનમાં 171 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા.

આ ઘટના ત્યારે બની જ્યારે પ્લેન પોર્ટલેન્ડ, કેલિફોર્નિયાથી ઓન્ટારિયો જઈ રહ્યું હતું. દરવાજો ઉખડી જવાને કારણે બાજુની સીટ પર બેઠેલા બાળકનો શર્ટ ફાટી ગયો હતો. કેટલાક મુસાફરોના ફોન પણ હવામાં ઉડી ગયા હતા. જોકે, સદનશીબે બાળકની માતાએ તેને પ્લેનમાંથી પડતો બચાવી લીધો હતો. આ પછી પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સ્થાનિક સમય અનુસાર આ ઘટના સાંજે લગભગ 5 વાગ્યે બની હતી.

અલાસ્કા એરલાઈન્સના મેક્સ 9 જેટનો દરવાજો ઉખડી જવાની આ ઘટના બાદ કંપનીના મેનેજમેન્ટમાં આ ફેરબદલ કરવામાં આવી રહ્યો છે. કંપનીના બોર્ડે ક્વોલકોમના ભૂતપૂર્વ સીઈઓ સ્ટીવન મોલેનકોપને નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે,કંપનીના CEO ડેવ કેલહૌનને બદલવા માટે વ્યક્તિની શોધ ચાલુ છે.

આ ગંભીર મામલો સામે આવ્યા બાદ ડેવ કેલહૌન પર દબાણ સતત વધવા લાગ્યું હતું. એટલું જ નહીં, બોઇંગ કંપની આકરી નિયમનકારી તપાસનો પણ સામનો કરી રહી છે. ગયા અઠવાડિયે, યુએસ એરલાઇનના સીઇઓના એલાયન્સે અલાસ્કા એરલાઇન્સ 737 મેક્સ 9 દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરવા બોઇંગ ડિરેક્ટરો સાથે બેઠકની માંગ કરી હતી. .

ડેવ કેલહૌન જાન્યુઆરી 2020 માં બોઇંગના CEO બન્યા હતા, પરંતુ કંપનીના વિમાનોમાં તાજેતરમાં બનેલી ઘટનાઓએ તેમની ક્ષમતા પર સવાલો ઉભા કર્યા છે. અલાસ્કા એરલાઇન્સમાં થયેલા અકસ્માત બાદ યુએસ રેગ્યુલેટરે બોઇંગના 737 મેક્સ 9 એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કરી દીધા છે.

આ દરમિયાન, ડેવ કેલહૌને કર્મચારીઓને એક પત્ર લખ્યો છે કે આ સમયે વિશ્વની નજર આપણા પર છે અને હું જાણું છું કે અમે એક સારી કંપની તરીકે ઉભરીશું. ડેવ કેલહૌને એક પત્ર દ્વારા કર્મચારીઓને પણ કહ્યું છે કે આપણે જે પણ કરીએ છીએ તેમાં સલામતી અને ગુણવત્તાને સૌથી આગળ રાખવાની અમારી પ્રથમ જવાબદારી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning