આપણું ગુજરાત

પ્રવાસીઓ… ગાંધીધામ થી આવનારી- જનારી ટ્રેનોના સંચાલનમાં થયેલા ફેરફારને જાણી લો

અમદાવાદ : પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના ગાંધીધામ અને ગાંધીધામ કેબિન વચ્ચે નૉન ઈન્ટરલૉકિંગ કામના કારણે 19 માર્ચ 2024 થી 22 માર્ચ 2024 સુધી બ્લોક લેવામાં આવ્યો છે જેને લીધે ગાંધીધામ આવનારી/જનારી ટ્રેનો પ્રભાવિત રહેશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો જાણી લો અને એ પ્રમાણે જ તમારી મુસાફરીને પ્લાન કરજો નહીં તો અટવાઈ જશો.

પૂર્ણપણે રદ્દ ટ્રેનો

  1. 19 થી 22 માર્ચ 2024 સુધી ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર સ્પેશિયલ
  2. 19 થી 22 માર્ચ 2024 સુધી ટ્રેન નંબર 09455 ગાંધીનગર-ભુજ સ્પેશિયલ
  3. 18 અને 20 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ
  4. 19 અને 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ
  5. 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ
  6. 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 09415 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સ્પેશિયલ
  7. 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ
  8. 22 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22951 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સ્પેશિયલ

આંશિક રદ્દ ટ્રેનો

  1. 18 માર્ચ 2024 પુણેથી ચાલતી ટ્રેન નંબર 11092 પુણે-ભુજ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ અને ભુજ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
  2. 20 માર્ચ 2024 ભુજથી ચાલતી ટ્રેન નંબર 11091 ભુજ-પુણે એક્સપ્રેસ ભુજને બદલે અમદાવાદથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા ભુજ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
  3. 19 માર્ચ 2024 ના રોજ નાગરકોઈલથી ચાલનારી ટ્રેન નંબર 16336 નાગરકોઈલ-ગાંધીધામ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
  4. 22 માર્ચ 2024 ના રોજ ગાંધીધામથી ચાલનારી ટ્રેન નંબર 16335 ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસ ગાંધીધામની જગ્યાએ અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
  5. 20 અને 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 19405 પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ સામાખ્યાળી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા સામાખ્યાળી અને ગાંધીધામ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
  6. 21 અને 22 માર્ચ 2024 ની ટ્રેન નંબર 19406 ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ ગાંધીધામની જગ્યાએ સામાખ્યાળીથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા ગાંધીધામ અને સામાખ્યાળી વચ્ચે આંશિક રદ્દ રહેશે.

પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેનો

નીચે લખેલી ટ્રેનો પોતાના નિર્ધારિત માર્ગ ગાંધીધામ કેબિન-ગાંધીધામ-આદિપુરના સ્થાને ગાંધીધામ કેબિન-આદિપુર ચાલશે અને ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.

  1. 20 અને 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22955 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ
  2. 20 માર્ચ 2024 ની ટ્રેન નંબર 14321 બરેલી-ભુજ એક્સપ્રેસ
  3. 20 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22903 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ
  4. 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 20907 દાદર-ભુજ એક્સપ્રેસ
  5. 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ એક્સપ્રેસ
  6. 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22904 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ
  7. 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ
  8. 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22956 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ
  9. 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 22908 ભુજ-દાદર એક્સપ્રેસ
  10. 22 માર્ચ 2024 ની ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી એક્સપ્રેસ

રેગ્યુલેટ થનારી ટ્રેન

• 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 12474 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-ગાંધીધામ એક્સપ્રેસ નૉન ઈન્ટરલૉકિંગ કામ પૂર્ણ થતાં સુધી સામાખ્યાળી સ્ટેશન પર રોકાશે.
• 22 માર્ચ 2024 ની ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ નૉન ઈન્ટરલૉકિંગ કામ પૂર્ણ થવાના એક કલાક પછી પ્રસ્થાન કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning