આપણું ગુજરાત

સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી, આ સ્થળોએ 3.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ભયભીત

ગીર સોમનાથ: તાલાલા ગીર પંથકમાં આજે બપોરે ભૂકંપના બે જોરદાર આંચકા અનુભવાયા હતા અને લોકો ભાયના માર્યા ઘરની બહાર નીકળી આવ્યા હતા. આજે બપોરે આવેલૂ ભૂકંપના બે આંચકાનો અનુભવ જૂનાગઢ શહેર ઉપરાંત સાસણ પંથકના લોકોએ પણ કર્યો હતો. અચાનક જ ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત થયા હતા. ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

માહિતી મુજબ આજે બપોરે પ્રથમ 3:14 મિનિટે રિકટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.7 નોંધાઇ છે. ત્યારબાદ 3:18 મિનિટે 3.4ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો.

સ્થાનિકોના કહેવા અનુસાર ધડાકા સાથે આ બે આંચકા અનુભવતા લોકોમાં ભય જોવા મળ્યો હતો અને લોકો જીવ બચાવવા ઘરની બહાર નીકળી ચૂક્યા હતા. આ બંને ભૂકંપના આચકાનું એપિ સેન્ટર તાલાલાથી 13 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વમાં હોવાનું જાણવા મળ્યું હતું.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, ભૂકંપ દરમિયાન ગભરાશો નહીં, શાંત રહો. ટેબલની નીચે જાઓ અને તમારા માથાને એક હાથથી ઢાંકો. બહાર આવ્યા પછી ઇમારતો, વૃક્ષો અને થાંભલાઓથી દૂર રહો. આ સિવાય લિફ્ટનો ઉપયોગ ન કરો. જો તમે વાહનની અંદર હોવ તો તેને રોકો. ભૂકંપ પછી ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં ન જશો અને સીડીનો ઉપયોગ કરશો નહીં. ભૂકંપના નુકસાનને ટાળવા માટે, દિવાલો અને છતની તિરાડોને સમયાંતરે રીપેર કરાવો.

કેટલી તીવ્રતાનો ભૂકંપ જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા 10 ગણો વધુ ખતરનાક હોય છે.

  • 0 થી 1.9 ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે 2 થી 2.9 ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે 3 થી 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • 4 થી 4.9ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • 5 થી 5.9ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • 6 થી 6.9ની તીવ્રતા સાથેનો ભૂકંપ ઈમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે 7 થી 7.9ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે. ભૂગર્ભમાં પાઈપલાઈન ફૂટી.
  • 8 થી 8.9ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • 9 કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…