આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગિફ્ટ સિટીમાં દારૂના સેવન મુદ્દે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

ગાંધીનગર: ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ટેક સિટી (gift city) ખાતે લીકર પરિમિશનને લઈ રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સીટીની મુલાકાતે આવનારા લોકોને દારુના સેવનની મંજૂરી આપવામાં આવશે.

આ અંગે આબકારી વિભાગ દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ગિફ્ટ સીટીમાં કામ કરતા કર્મચારીઓ, ઉપરાંત માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જે મુજબ વાઈન એન્ડ ડાઈન આપતી ગિફ્ટ સીટીની હોટેલ્સ, રેસ્ટોરાં કે ક્લબમાં લીકરનું સેવન કરી શકાશે. ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ કલબ, રેસ્ટોરાંમાં લીકરનું સેવન કરી શકશે.

આમ છતાં, હોટેલ, કલબ કે રેસ્ટોરાં લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ. સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા રાજ્ય સરકાર ગિફ્ટ સિટી વિસ્તાર ખાતે આવેલી એફ.એલ ૩ પરવાનો ધરાવતી હોટેલ્સ, રેસ્ટોરાં કે ક્લબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતા લીકર અંગે દેખરેખ તેમ જ નિયંત્રણની કામગીરી કરશે.

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ટેક સીટીએ ગ્લોબલ ફાઈનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે, જ્યાં આર્થિક પ્રવૃત્તિઓ ધમધમે છે. ગિફ્ટ સિટીમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓ પોતાની ઓફિસ ધરાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…