આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

રૂપાલા વિવાદ: જો, છેડશો નહીં, સવાલ અમારી અસ્મિતાનો છે’ કોણે પરખાવ્યું રોકડું?

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજયભરમાં વિરોધની જવાળા ફેલાઈ છે.હવે આ આક્રોશ રૂપાલા પૂરતો સીમિત ના રહેતા, આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર લોકસભા બેઠ્કથી માંડીને બારડોલી સુધી પ્રસર્યો છે. છોટા ઉદેપુર મત વિસ્તારમાં ભાજપના કાર્યકરોને પ્રવેશબંધી ફરમાવાઈ, તો જામનગરના ધ્રોલમાં સાંસદ પૂનમ માડમના પ્રચાર રથ આડે મોટા અંતરાયો ઊભા થયા. ભાવાંગરના શિહોરમાં કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથસિંહની સભા નજીક પણ વિરોધ પ્રદર્શિત થયો. હવે મંગળવારે સાંજે ક્ષત્રિય સમાજનું વધુ એક સંમેલન ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં મળતું હોવાના અહેવાલ છે. યોગાનુયોગ જ મંગળવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં નરોડામાં સભા સંબોધશે.

આ સઘળા વચ્ચે, ધ્રોલના રાજવી પરિવારના પ્રધ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે, અમારું આંદોલન અહિંસક છે. આ અમારી અસ્મિતાની લડાઈ છે. અમે આ શાંતિપૂર્ણ વિરોધ કરીએ છીએ. માટે છેડશો નહીં’.

આ પણ વાંચો: રાજપૂત સંકલન સમિતિએ પત્ર લખી ક્ષત્રિય સમાજને શાંતિપૂર્વક આંદોલનની કરી અપીલ

શું ક્ષત્રિયોના વિરોધનું આ ટ્રેલર છે ?

દેશમાં વધતાં તાપમાન સાથે લોકસભાની ચૂંટણીમાં સાશક પક્ષ પોતાના 10 વર્ષના વિકાસ કામોનું સરવૈયું લઈને ચૂંટણીમા ઉતાર્યો છે.રોડ-રસ્તા,એયરપોર્ટ,મેટ્રો, પ્રવાસન સ્થળો, શિક્ષણ,ખેડૂતો, કૃષિ, વિજ્ઞાન,ટેકનૉલોજિ અને એથી પણ વધુ સંવેદનશીલ મુદ્દો રામ મંદિર નિર્માણ. કશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવી,અને CAA. કેટલાક રાજ્યોમાં ગઠબંધન,તો કેટલાક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ આ તમામ સરવૈયાસામે એદી-ચોટીનું જોર લગાવી રહ્યા છે.ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સિવાય કોઈ જ નામ ન ચાલે તેવું છેલ્લી બે લોકસભા ચૂંટણીમા સાબિત થયું છે. પણ આ વખતે ગુજરાતનું ટ્રેલર જુદું છે.
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમા મોદી તરફી ગુજરાતે કોંગ્રેસનાં સુપડા સાફ કરી નાખ્યા. મોદીનો જુવાળ જ એક કારણ નહોતું, બીજું કારણ આમ આદમી પાર્ટીએ પોતાના વચનોની છૂટા હાથે કરેલી લહાણથી કોંગ્રેસની પારંપારિક વોટ બેન્કે કોંગ્રેસને મરણતોલ ફટકો માર્યો.અંદાજે લગભગ 40થી વધુ બેઠકો પર આપ પાર્ટીએ કોંગ્રેસની જીત ખૂંચવી લીધી. પછી જે 17 જીતેલા હતા તેમાથી પણ ચાર -પાંચ ભાજપમાં ભળી ગયા.

આ પણ વાંચો: જામનગરના ધ્રોલમાં ક્ષત્રિયોએ પૂનમ માડમનો હુરિયા બોલાવ્યો, 100થી વધુ યુવાનોની અટકાયત

પણ,રૂપાલા –ક્ષત્રિય વિવાદે,અત્યારે ગુજરાતની તાસીર બદલી નાખી છે. રૂપાળાની બે-બે વાર માફી પછી પણ ક્ષત્રિય સમાજ ઉમેદવાર બદલવાની વાતને લઈને જીદ પર આવી ગયો.તો ભાજપે પણ મક્કમ મને,રૂપાલા સિવાય કોઈ નહીં વાળી વાત હવે વિવાદનું મૂળ બની છે. અને હજુ પણ ભાજપને એક ટમટમતી આશા છે વડાપ્રધાન મોદીના ગુજરાત આગમનની. હવે એક માત્ર તેઓ જ આ વિવાદનું સચોટ સમાધાન લાવી, આ નારાજ મતદારોને ભાજપ તરફી મતદાન માટે પ્રેરિત કરી શકે, મતદાનના દિવસને હવે એક સપ્તાહ જ બાકી છે. વડાપ્રધાન મોદીની જનસભા બીજી મે એ જામનગરમાં છે,ત્યારે ત્રીજી મે એ સંભવત ક્ષત્રિય સમાજનું અસ્મિતા સામેલન પણ જામનગરમાં છે.પણ એ પહેલા,પહેલી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસે આવી રહેલા વડાપ્રધાન મોદી કેવી રણનીતિ અમલમાં મૂકવા સૂચવે છે ? તે પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: બારડોલીમાં ક્ષત્રિય સમાજનો હુંકાર, ‘આ લડાઈ હાર-જીતની નહીં, અમારી અસ્મિતાની છે, ભાજપ 10 બેઠકો ગુમાવશે’

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજયભરમાં વિરોધની જવાળા ફેલાઈ છે.હવે આ આક્રોશ રૂપાલા પૂરતો સીમિત ના રહેતા, આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર લોકસભા બેઠ્કથી માંડીને બારડોલી સુધી પ્રસર્યો છે. છોટા ઉદેપુર મત વિસ્તારમાં ભાજપના કાર્યકરોને પ્રવેશબંધી ફરમાવાઈ, તો જામનગરના ધ્રોલમાં સાંસદ પૂનમ માડમના પ્રચાર રથ આડે મોટા અંતરાયો ઊભા થયા. ભાવાંગરના શિહોરમાં કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથસિંહની સભા નજીક પણ વિરોધ પ્રદર્શિત થયો. હવે મંગળવારે સાંજે ક્ષત્રિય સમાજનું વધુ એક સંમેલન ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં મળતું હોવાના અહેવાલ છે. યોગાનુયોગ જ મંગળવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં નરોડામાં સભા સંબોધશે.

આ સઘળા વચ્ચે, ધ્રોલના રાજવી પરિવારના પ્રધ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે, અમારું આંદોલન અહિંસક છે. આ અમારી અસ્મિતાની લડાઈ છે. અમે આ શાંતિપૂર્ણ વિરોધ કરીએ છીએ. માટે છેડશો નહીં’.

શું ક્ષત્રિયોના વિરોધનું આ ટ્રેલર છે ?

દેશમાં વધતાં તાપમાન સાથે લોકસભાની ચૂંટણીમાં સાશક પક્ષ પોતાના 10 વર્ષના વિકાસ કામોનું સરવૈયું લઈને ચૂંટણીમા ઉતાર્યો છે.રોડ-રસ્તા,એયરપોર્ટ,મેટ્રો, પ્રવાસન સ્થળો, શિક્ષણ,ખેડૂતો, કૃષિ, વિજ્ઞાન,ટેકનૉલોજિ અને એથી પણ વધુ સંવેદનશીલ મુદ્દો રામ મંદિર નિર્માણ. કશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવી,અને CAA. કેટલાક રાજ્યોમાં ગઠબંધન,તો કેટલાક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ આ તમામ સરવૈયાસામે એદી-ચોટીનું જોર લગાવી રહ્યા છે.ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સિવાય કોઈ જ નામ ન ચાલે તેવું છેલ્લી બે લોકસભા ચૂંટણીમા સાબિત થયું છે. પણ આ વખતે ગુજરાતનું ટ્રેલર જુદું છે.

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમા મોદી તરફી ગુજરાતે કોંગ્રેસનાં સુપડા સાફ કરી નાખ્યા. મોદીનો જુવાળ જ એક કારણ નહોતું, બીજું કારણ આમ આદમી પાર્ટીએ પોતાના વચનોની છૂટા હાથે કરેલી લહાણથી કોંગ્રેસની પારંપારિક વોટ બેન્કે કોંગ્રેસને મરણતોલ ફટકો માર્યો.અંદાજે લગભગ 40થી વધુ બેઠકો પર આપ પાર્ટીએ કોંગ્રેસની જીત ખૂંચવી લીધી. પછી જે 17 જીતેલા હતા તેમાથી પણ ચાર -પાંચ ભાજપમાં ભળી ગયા.

પણ,રૂપાલા –ક્ષત્રિય વિવાદે,અત્યારે ગુજરાતની તાસીર બદલી નાખી છે. રૂપાળાની બે-બે વાર માફી પછી પણ ક્ષત્રિય સમાજ ઉમેદવાર બદલવાની વાતને લઈને જીદ પર આવી ગયો.તો ભાજપે પણ મક્કમ મને,રૂપાલા સિવાય કોઈ નહીં વાળી વાત હવે વિવાદનું મૂળ બની છે. અને હજુ પણ ભાજપને એક ટમટમતી આશા છે વડાપ્રધાન મોદીના ગુજરાત આગમનની. હવે એક માત્ર તેઓ જ આ વિવાદનું સચોટ સમાધાન લાવી, આ નારાજ મતદારોને ભાજપ તરફી મતદાન માટે પ્રેરિત કરી શકે, મતદાનના દિવસને હવે એક સપ્તાહ જ બાકી છે.

વડાપ્રધાન મોદીની જનસભા બીજી મે એ જામનગરમાં છે,ત્યારે ત્રીજી મે એ સંભવત ક્ષત્રિય સમાજનું અસ્મિતા સામેલન પણ જામનગરમાં છે.પણ એ પહેલા,પહેલી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસે આવી રહેલા વડાપ્રધાન મોદી કેવી રણનીતિ અમલમાં મૂકવા સૂચવે છે ? તે પર સૌની નજર રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…