આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

રાજપૂત સંકલન સમિતિએ પત્ર લખી ક્ષત્રિય સમાજને શાંતિપૂર્વક આંદોલનની કરી અપીલ

અમદાવાદ: રાજકોટ સીટથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના અભદ્ર નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોમાં ભારે રોષ છે. ક્ષત્રિય સમાજના લોકો ભાજપની રેલીઓ અને ચૂંટણી સભાઓમાં કાળા વાવટા ફરકાવીને તથા સુત્રોચ્ચારો કરીને વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. ક્ષત્રિયોની જબરદસ્ત વિરોધ પ્રદર્શનની ભાજપના ઉમેદવારો અને ટોચના નેતાઓની હાલત કફોડી બની છે. આ દરમિયાન ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિ દ્વારા એક પત્ર લખી સમાજને શાંતિપૂર્વક અને શિસ્ત સાથે આંદોલન ચાલુ રાખવા અપીલ કરવામાં આવી છે

રાજપૂત સંકલન સમિતિ દ્વારા સમાજના લોકોને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે. ગુજરાત રાજ્યના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલન છેલ્લા ઘણા દિવસથી ખૂબ જ શાંતિપૂર્વક અને સ્વયં શિસ્ત સાથે ચાલી રહ્યું છે જેની નોંધ દેશભરમાં લેવાય છે. આપણું નારી શક્તિના સ્વાભિમાન માટેનો આંદોલન અહિંસક અને કોઈપણ પ્રકારના સંઘર્ષ કે ઘર્ષણ વગર મત એજ શસ્ત્રના ધ્યેય સાથે લોકશાહી ઢબે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતાના દર્શન સાથે ખૂબ શિસ્ત પૂર્વક આગળ વધી રહ્યું છે.

આપણ વાંચો: જામનગરના ધ્રોલમાં ક્ષત્રિયોએ પૂનમ માડમનો હુરિયા બોલાવ્યો, 100થી વધુ યુવાનોની અટકાયત

રાજપૂત સંકલન સમિતિની પાર્ટ-2 નીતિ મુજબ ભાજપ વિરોધી મતદાનની નીતિ યથાવત છે અને બાયકોટ બીજેપી સાથે આપણું ક્ષત્રિય અસ્મિતા આંદોલન શાંતિપૂર્વક લોકશાહી ઢબે ચાલુ રહેશે અને ભાજપ વિરોક્ષી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે આહવાન કરીએ છીએ અને બુથ મેનેજમેન્ટને વધુમાં વધુ મજબૂત કરીને મતદાન કરીએ મુજબની રણનીતિ યથાવત રહેશે.

સંકલન સમિતિના આગેવાનોના અભિપ્રાય તથા કોર કમિટીમાં થયેલી ચર્ચા-વિચારણા મુજબ હાલમાં ભારત દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તે માટે સભા તેમજ રેલીઓ ચાલુ રહેશે આવા સમયે ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનના ધ્યેયને ભટકાવવા, અવળા પાટે ચડાવવા અને શાંતિ ડહોળવા કોઈ કૃત્ય કરશે કે કોઈ હિત શત્રુઓ રાજકીય હિત ધરાવતા વ્યક્તિઓ પોતાનો કોઈ બદઈરાદો પાર પાડવા માટે કંઈક કાંકરીચાળો કરે એવી ભીતિ સેવાય રહી છે.

વડાપ્રધાન મોદીથી લઈને સામાન્ય જન સુધી કોઈનો પણ વિરોધ કરવાનો નથી તેમજ તેમની સુરક્ષા જોખમાય કે ખામી ઉભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારેય પણ વિચારે નહીં માટે ક્ષત્રિય સમાજને વિનંતી છે કે વડાપ્રધાન મોદીની ચૂંટણી સભાઓ, રેલીઓ તથા સંમેલનો જેવા કાર્યક્રમના સ્થળોએ વિરોધ કરવાથી દૂર રહી આપણું ક્ષત્રિય અસ્મિતા સંમેલન લોકશાહી ઢબે ચાલુ રાખીને મતદાનના દિવસે 100 ટકા મતદાન આપણા ધ્યેય અનુસાર દરેક ગામ, શહેર, તાલુકા, જિલ્લા લેવલના બૂથ સુધી કરાવીએ અને શાંતિ અને ધૈર્યપૂર્વકની જવાબદારીના કામમાં ધ્યાન કેન્દ્રિત કરીને સર્વ ક્ષત્રિય સમાજની સંસ્કારીતા અને શિસ્તના દર્શન કરાવીએ તેવી સૌને વિનંતી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…