આપણું ગુજરાત

ગુજરાતના આ શહેરમાં ફટાકડા ફોડવાના નિયમો વિશે જાણી લો

દિવાળી સમયે ફટાકડા ફોડવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આમ બન્ને વચ્ચે કોઈ મેળ ન હોવા છતાં ફટાકડા વિના દિવાળીની મજા ઝાંખી પડી જાય છે, પરંતુ હવા અને ધ્વનિ પ્રદુષણની ઊભી થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખતા ફટાકડા પર પ્રતિબંધ લાદવામા આવી રહ્યો છે. દિલ્હીમાં તો સ્થિતિ ખૂબ જ વણસી છે.

ગુજરાતમાં પણ શહેરોમાં પ્રદુષણની સમસ્યા વકરી રહી છે. ત્યાર રાજકોટ પોલીસ કમિશનરે ફટાકડા ફોડવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. તેમણે લોકોને ફટાકડા ફોડવા માટે બે કલાકનો સમય આપ્યો છે. લોકો દિવાળીના તહેવારો દરમિયાન રાત્રે 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકશે.

રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું બહાર આવ્યું છે. આ જાહેરનામામાં સુપ્રીમકોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. આ સાથે રાજકોટ પોલીસ કમિશ્નરે પેટ્રોલ પંપ, શાળા કોલેજ, ધાર્મિક સ્થળ નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે એરપોર્ટ, ગોડાઉન, હોસ્પીટલ કે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવાયો હોવાની માહિતી મળી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…