IPL 2024આપણું ગુજરાત

IPL માટે જબરૂ ઝનુન…અમદાવાદમાં BRTS બસ ડ્રાઈવરે મુસાફરોનો જીવ જોખમમાં મૂક્યો, Video વાયરલ

અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાંથી બસ ડ્રાઈવરની બેદરકારીનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં BRTSનો બસ ડ્રાઈવરે બસમાં મુસાફરી કરતા મુસાફરોનો જીવ જોખમમાં મુકીને બસ ચલાવતો જોવા મળે છે. IPL મેચ જોઈને બસમાં સવારમાં સવાર મુસાફરોના કહેવા પ્રમાણે BRTSનો બસ ડ્રાઈવરે બસમાં આઈપીએલની મેચ જોતો હતો. આઈપીએલ મેચ જોતો આ ડ્રાઈવર અમદાવાદના અંજલિથી મણિનગર રૂટ પર BRTC બસ હંકારે છે. હાલ આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

અમદાવાદમાં BRTS બસનો ચાલક ડ્રાઇવિંગ કરતા સમયે આઇપીએલ મેચ જોતા કેમેરામાં કેદ થયો હતો. અંજલિથી મણિનગર રૂટ પર દોડતી BRTS બસના ચાલકનો આ વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલકના એક હાથમાં સ્ટિયરિંગ અને બીજા હાથમાં મોબાઈલ છે. બે દિવસ પૂર્વે જ AMTS બસ ચાલકે કરેલા અકસ્માતનો વીડિયો વાયરલ થયો હતો.

BRTS બસના ડ્રાઈવરની બેદરકારીનો વીડિયો વાયરલ થતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ મામલે તપાસ હાથ ધરી છે. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે બસ ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો છે તે બસનો કોન્ટ્રાક્ટ ચાર્ટર્ડ સ્પીડ સાથે છે. આ પછી, મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો હતો અને ડ્રાઇવરને સસ્પેન્ડ કર્યો હતો.

આપણ વાંચો: આઇપીએલના માહોલમાં આજે વળી કઈ ઇન્ટરનૅશનલ સિરીઝ શરૂ થઈ રહી છે?

ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ અમદાવાદમાં બેફામ દોડતી AMTS બસે શહેરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે ટુ-વ્હીલર ચાલકને કચડ્યો હતો. એએમટીએસ બસનો ડ્રાઇવર અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ બસ ચાલકને પકડી લેવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

મણિનગર વિસ્તારમાં આવેલા ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે 52 વર્ષિય નવીન પટેલ પોતાનું ટુ-વ્હીલર લઇને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન જ પૂરપાટ ઝડપે આવતી AMTS બસે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં બસ તેમના પરથી ફરી વળતા ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Astrology marriage dates warning “Discover the Magic of Morning Chews” Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties”