આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

નિલેશ કુંભાણી મામલે કોંગ્રેસ આકરા પાણીએ, સુરતના કલેક્ટર અને ટેકેદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અરજી

સુરત: સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા આ બેઠક પર ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે હવે આ મામલે નીલેશ કુંભાણીની મુશ્કેલી વધી શકે છે, કોંગ્રેસના કાર્યકર અશોક પીંપળેએ પોતાના મતાધિકાર છીનવાઈ જવાના આરોપસર નિલેશ કુંભાણી, તેના ટેકેદારો અને સુરત કલેક્ટર વિરુદ્ધ પોલીસ કમિશ્નરને અરજી આપી છે.

અશોક પીંપળે દ્વારા નીલેશ કુંભાણીના ટેકેદારો સામે ફરિયાદ માટે પોલીસ કમિશનરને અરજી કરી છે. તેમજ આ અરજીમાં ટેકેદારો ઉપરાંત સુરત કલેક્ટરનું નામ પણ લખવામાં આવ્યું છે.સુરતની લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી નીલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું પરંતુ તેઓના ટેકેદારોએ પોતાની સિગ્નેચર નહી હોવાનું જણાવતા નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ સુરતમાં તેઓનો વિરોધ પણ થયો હતો.

કોંગ્રેસના કાર્યકર અશોક પીંપળેએ દ્વારા હવે આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશ્નરને અરજી આપવામાં આવી છે. સુરતમાં કોંગ્રેસના કાર્યકર અશોક પીંપળેએ અરજીમાં નિલેશ કુંભાણી, ટેકેદારો રમેશ પોલરા, જગદીશ સાવલિયા, ધ્રુવિન ધામેલીયા અને સુરતના કલેકટર ડો.સૌરભ પારધીનું પણ નામ લખ્યું છે. કોંગ્રેસે પોલીસ ફરિયાદ નોંધવા પોલીસ કમિશનરને અરજી આપી છે. આ તમામ વિરુદ્ધ આઈપીસીની કલમ 463, 464, 465, 467, 468, 469 તથા 471, 171 (જી) હેઠળ ફરિયાદ નોંધાવા પોલીસ કમિશનરને અરજી કરાઈ છે.

આ સમગ્ર મામલે અશોક પીંપળેએ જણાવ્યું હતું કે, ‘સુરત લોકસભામાં ઉત્તર વિધાનસભાનો હું મતદાર છું. મને મારા મતદાનના હક્કથી વંચિત કરવામાં આવ્યો છે. તેથી મેં આ ફરિયાદ દાખલ કરી છે. જેમાં નિલેશ કુંભાણી, તેના ટેકેદારો, ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીનો પણ ઉલ્લેખ કર્યો છે. મેં અરજીમાં લખ્યું છે કે આ લોકોની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવે અને જે લાગતા વળગતા ગુનેગારોના નામ બહાર આવે, તેમજ સત્ય પ્રજાની સમક્ષ લાવવામાં આવે.’

અશોક પીંપળેએ આજે લેખિત ફરિયાદ આપી છે, તે મામલે તેમના વકીલ ઝમીર શેખે જણાવ્યું હતું કે, ફરિયાદમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવાનું જે કારણ આપવામાં આવ્યું તે ખરેખર ખોટી હકીકત છે, જેના લીધે આ ફરિયાદ કરવામાં આવી છે. પ્રોપર હોમવર્ક કરીને પ્રોપર એપ્લિકેશન ઓફ માઈન્ડથી આ ફરિયાદ કરવામાં આવી છે કે આ ફરિયાદને FIRમાં કન્વર્ટ કરવામાં આવે. આ સમગ્ર મામલે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, જે પણ ફરિયાદ થઈ છે તે અંગેની તપાસ ચાલુ છે. આગળના સમયમાં જે ચૂંટણી પંચ તરફથી ગાઈડલાઈન મળશે તે અનુસાર કાર્યવાહી થશે.

કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિલેશ કુંભાણી મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આ મામલો કોર્ટમાં જવાનો છે એ અંગે હાલ હું કઈ નિવેદન નહિ આપું. અત્યારે હું કઈ નહિ બોલું કેમ કે આજે હું બોલું અને કોર્ટમાં મારા નિવેદન રજૂ કરાય તો કેસને અસર થાય. ભાજપને 5 લાખ લીડની આશા હતી તો કેમ આવા હથકંડા અપનાવ્યા. પોલીસની ભૂમિકા શંકાસ્પદ ચોક્કસ રહી છે, એક મતદાતાને મતદાન કરવાનો અધિકાર ભાજપે છીનવ્યો છે. ભાજપે આ પાપની કિંમત ભોગવવું પડશે.

ઉલ્લેખનિય છે કે લોકસભા ચૂંટણીમાં સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. આમ, લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા લોકસભાની એક બેઠક ભાજપના ખાતામાં આવી હતી. જો કે, આ ઘટના બાદ નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને સુરત બેઠક પર ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસે તેમની સામે કાર્યવાહી માટે કરવા માંગ કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…