આપણું ગુજરાત

યુવતી એસી ટ્રેનમાં મંગેતર સાથે હતી તો પણ…

સુરતઃ જ્યારે પણ છોકરી એકલી ક્યાંક જતી હોય અને તેની સાતે અજુગતું બને તો આજે પણ યુવતીએ એકલા જવાની શું જરૂર હતી તેવી વાહીયાત દલીલ કરવામાં આવે છે. રાત્રે મોડા કેમ જવું પડ્યું કે આવી જગ્યાએ શા માટે જવાનું વગેરે જેવી દલીલો ઓછી પણ થાય તો છે જ, પરંતુ અહીં તો યુવતી એસી ટ્રેનના કૉચમાં હતી અને મંગેતર સાથે હતી છતાં તેની સાથે છેડછાડ થઈ હતી.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર સુરતમાં રહેતી 25 વર્ષની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીએ રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને મારો મંગેતર હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનથી હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેનમાં સુરત આવવા માટે નીકળ્યા હતા. રાત થતાં અમે બંને ઊંઘી ગયા હતા. જોકે હું ઊંઘમાં હતી ત્યારે મને કોઈએ અડ્યાનો બાસ થતાં હું જાગી ગઈ ત્યારે રેલવેનો અટેન્ડન્ટ મારી નજીક હતો અને મારા શરીરને અડી રહ્યો હતો. આથી હું સફાળી જાગી ગઈ ને મેં મારા મંગેતરને પણ જગાડ્યો હતો. અમે બન્ને ગુસ્સે થતા કોચ અટેન્ડેન્ટે છેડતી કરવા બદલ અમારી માફી માગી હતી. જોકે તેમ છતાં તેણે ફરિયાદ કરવાનું યોગ્ય લાગતા યુવતીએ ફરિયાદ કરી હતી. ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


યુવતીનું સન્માન ન કરવું અને તેની છેડતી કરવી એક પ્રકારની માનસિકતા છે અને આવા લોકોને કડક પાઠ ભણાવવો જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…