આપણું ગુજરાત

પુલ પરથી 50 ફૂટ નીચે કાર ખાબકી, એકનું મોત-3નો આબાદ બચાવ

રાજકોટ: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જેતપુર નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલી કાર ઓવરબ્રિજ પરથી નીચે ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય 3 લોકોનો બચાવ થયો હતો.
ભાવનગરના 4 યુવકો કાર લઇને યાત્રાધામ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે જઇ રહ્યા હતા, તેમની કાર ધોરાજી-જેતપુર નેશનલ હાઇવે પાસે આવેલા ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહી હતી તે દરમિયાન ઓચિંતા કાર ઓવરબ્રિજ પરથી 50 ફૂટ નીચે ખાબકી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનામાં એક યુવકે સ્થળ પર જ જીવ ગુમાવ્યો જ્યારે અન્ય 3 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા.

અકસ્માતને પગલે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસે નોંધ કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…