Cannes 2024: કાનમાં TMKOCની અભિનેત્રીએ કામણ પાથર્યા
Franceમાં 77મો ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઇ ગયો છે. આ ફેસ્ટિવલ 25મી મે 2024 સુધી ચાલશે. 12 દિવસ ચાલનારા આ ફેસ્ટિવલમાં વિશ્વભરમાંથી વિવિધ પ્રકારની ફિલ્મો રજૂ કરવામાં આવે છે, જેમાં ફિલ્મોના પ્રીમિયર, સ્ક્રીનીંગ, અને ગ્લેમરસ રેડ કાર્પેટ મોમેન્ટનું પ્રદર્શન કરવામાં આવે છે. કાન્સ 2024ના રેડ કાર્પેટ પરથી ભારતીય અભિનેત્રીની તસવીરો આવી છે.
કોમેડી રિયાલિટી શો હાસ્ય સમ્રાટ અને લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેની ભૂમિકા માટે જાણીતી દીપ્તિ સાધવાનીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. અભિનેત્રીએ તેની ફિચર ફિલ્મ LE Deuxieme Acte (The second Act)ના પ્રિમીયરમાં ભાગ લીધો હતો.
દીપ્તિ સાધવાની કાન્સ 2024માં ડેબ્યૂ કર્યું છે. દીપ્તિ સાધવાની કાન્સ રેડ કાર્પેટ પર શાનદાર ઓરેન્જ કલરનું ફર ગાઉનમાં જોવા મળી હતી. તેના રેકોર્ડ બ્રેકિંગ લાંબી ટ્રેલ ધરાવતા ઓરેન્જ કલરના ગાઉને ફેસ્ટિવલમાં આવેલા ઉપસ્થિતોને મોહિત કરી દીધા હતા. સ્પષ્ટ રીતે સાધવાનીનો ગાઉન લોંગેસ્ટ હતો. અભિનેત્રી અને ગાયિકા દીપ્તિએ કાન્સ 2024ના રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેર્યો હતો. તેણે લગભગ 14 ફિટ લાંબો ડ્રેસ (ગાઉન) પહેર્યો હતો. દીપ્તિએજણાવ્યું હતું કે આ તેનો રેકૉર્ડ-બ્રેકિંગ લૉન્ગેસ્ટ ટ્રેલ ગાઉન હતો. જોકે, આધારભૂત વર્તુળોએ જણાવ્યું હતું કે 2018માં ભારતીય અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફેસ્ટિવલમાં 20 ફૂટ લાંબો ડ્રેસ પહેર્યો હતો.
ફાયનાન્સની પૃષ્ઠભૂમિ ધરાવતી દિપ્તીને બ્યુટી વીથ બ્રેઇન કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. તે ઘણા ટીવી શો અને હરિયાણા રોડ-વે જેવા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. તે મિસ નોર્થ ઇન્ડિયાનો તાજ પણ જીતી ચૂકી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં તે ગોકુલધામ પ્રીમિયર લીગ સીઝન 3ની હોસ્ટ બની હતી. દીપ્તિએ ‘નઝર હટી દુર્ઘટના ઘટી’ અને ‘રૉક બૅન્ડ પાર્ટી’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ઐશ્વર્યા રાય બચ્ચન, અદિતી રાવ હૈદરી, ઉર્વશી રૌતેલા અને કિયારા અડવાણી પણ તેમના જલવો વિખેરવાના છે.