મોટો ખુલાસો ! ભગવાન શિવના ગળાનું આભૂષણ ‘વાસૂકી’ નાગનું આ રહ્યું ગુજરાત કનેક્શન

દેવોના દેવ મહાદેવ,નીલકંઠ ના ગાળાનો જો ચંદન હાર કહો તો એ, અને મહામૂલું આભૂષણ કહો તો તે, નાગ દેવતા. ભગવાનના ગળામાં વીંટાળાયેલો રહેતો વાસૂકી નાગ ના અશ્મિઓ ગુજરાતમાં મળેલા સૌથી જૂના નાગના જીવાશ્મ છે. વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે આ નાગ લગભગ 11 થી 15 મીટર લાંબો હોય છે. એટલે માની લો કે એક સ્કૂલ બસ કરતાં પણ વધારે લંબાઈ.
વૈજ્ઞાનિકોએ એક મોટી શોધ કરતાં લગભગ 5 કરોડ વર્ષ પહેલા ભારતમાં એક એવો નાગ જોવા મળતો હતો જે બસથી પણ લાંબો હતો અને તેની વિશાળતા હતી કે આજ-કાલના મોટામાં મોટા અજગર અને એનાકોન્ડા પણ તેની સામે મગતરું લાગતાં હશે. વૈજ્ઞાનિકોએ તેનું નામ ‘વાસૂકી ઈંડિક્સ’ રાખ્યું છે.
આપણ વાંચો: ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી છે ભગવાન શિવનો પરમ ભક્ત, શરીર પર બનાવ્યા છે મહાદેવના ટેટૂ
વાસૂકી એટલે શું ?
‘વાસૂકી’નામ ભગવાન શિવના ગળામાં લપેટાયેલા નાગરાજમાથી લેવામાં આવ્યું છે . ‘ઈંડિક્સ’ શબ્દનો અર્થ થાય છે ‘ભારતનો’. વૈજ્ઞાનિકોએ આ નામથી દર્શાવ્યું છે કે આ નાગ ભારતમાં જ જોવા મળતો હતો અને ભગવાન શિવના નાગરાજ જેટલો જ વિશાળ અને શક્તિશાળી હતો. IIT રૂડ્કીના સંશોધન કર્તાઓએ દાવો કર્યો છે કે ,હવે આ નામશેષ થઈ ગયેલો નાગ દુનિયાના સૌથી લાંબા નાગ માનો એક રહ્યો હશે. અત્યારના સમયમાં 6 મીટર (20 ફૂટ) વાળા એનાકોન્ડાઅને અજગર આ નાગ આગળ જાણે કશું જ નહોતા. આ અહેવાલ હાલમાં જ ‘સાયંટિફિક રિપોર્ટ્સ’ નામના જર્નલમાં છપાયો છે.
પહેલા તો થયું મગરમચ્છ છે
ઉત્તરાખંડ ના રૂડકી આઇઆઇટીના વૈજ્ઞાનિકોને વર્ષ 2005માં ગુજરાતનાં કચ્છની એક ખાણમાથી 27 જેટલા મોટા મોટા અવશેષોના ટુકડા મળ્યા હતા,જેમાના કેટલાક ટુકડા એક બીજા સાથે હાડકાથી જોડાયેલા હતા. ત્યારથી અત્યાર સુધી આ જીવાશ્મને એક મહાકાય મગરમચ્છ જેવા પ્રાણીનો અવશેષ મનાતો હતો.પરંતુ હવે વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે હકીક્તમાં આ દુનિયામાં અત્યાર સુધીના સૌથી મોટા સાંપમાં એક હતો. સંશોધનમાં જણાવાયું છે કે આ અવશેષના ટુકડાઓ પૂર્ણ રીતે વિકસિત અને મોટા નાગના છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આટલો મોટો નાગ કેવી રીતે હશે તેના કેટલાક કારણો રહ્યા હશે. શકી છે કે એ સેમીનું વાતાવરણ તેમના માટે એકદમ અનુકૂળ રહ્યું હોય. ખાવા માટે ભરપેટ ભોજન મળતું હોય અને કદાચ ત્યાં કોઈ તેનો શિકાર કરનારા નહીં હોય