મરણ નોંધ

પારસી મરણ

રોહીનતન નોઝીર તવારીયા તે જરીન રોહીનતન તવારીયાના ધણી. તે મરહુમો નોઝીર અને તેહેમીનાના દીકરા. તે પોરસના બાવાજી. તે પીનાજના સસરાજી. તે ખોરશેદ ર. ગાંધી, રૂસ્તમ, રોદા પી. ભગત તથા મરહુમ ગુલ એન. તવારીયાના ભાઈ. તે મરહુમો સહવાકશા અને પેરીન ભગવાગરના જમાઈ. (ઉં. વ. ૭૬) ર. ઠે. ૩, ૧લો માળો, ખારેઘાટ કોલોની, બિલ્ડીંગ નં. ૭, વાચ્છા પેટ્રોલ પંપની બાજુમાં, હ્યુજીસ રોડ, બાબુલનાથ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: ૧૦-૧-૨૪ બપોરે ૩-૪૫ વાગે વાચ્છા ગાંધી અગિયારીમાં છેજી.
શેહરૂ પેસી એન્જિનીયર તે મરહુમ પેસી પી. એન્જીનીયરના ધણિયાની. તે મરહુમો રતનશા અને કુવરબાઈ ડ્રાઈવરના દીકરી. તે બેહેરોજ બોકડાવાલા, બીની જાલા, પીરોજ, માલકમ અને રૂજબેહના માતાજી. તે અસ્તાદ બોકડાવાલા, ફ્રેની એન્જીનિયર અને બ્રીજ જાલાના સાસુજી. તે મરહુમો કેકી અને દાદી ડ્રાઈવરના બહેન. તે રોહન બોકડાવાલા, નશવાન બોકડાવાલા, સનાયા અંકલેસરીયા, નતાશા અને અરમાનંદના મમઈજી. (ઉં. વ. ૯૧) રહેવાનું ઠેકાણું: ઈ-૧૧, રૂસ્તમ બાગ, મુસ્તફા બજાર રોડ, માસીના હોસ્પિટલ ૭ની બાજુમાં, ભાયખલા, મુંબઈ-૨૭. ઉઠમણાંની ક્રિયા: ૧૦-૧-૨૪ના બપોરે ૩-૪૫ વાગે ઓલબ્લેસ બંગલીમાં છેજી.
પીરોજ અદી વાંડ્રેવાલા તે શશી પીરોજ વાંડ્રેવાલાના ધણી. તે મરહુમો મેહેરા અને અદી વાંડ્રેવાલાના દીકરા. તે ફીરદોસ અને કેરસીના ભાઈ. તે તુશના, જુબીન, જરીર, સાયરસ, ઝકસીસના કાકા. (ઉં. વ. ૭૦). ઠે. એ/ ૫૦૨, ટાવર-૪, એનચાનતે લોધા નવી કફ પરેડ, વડાલા, મુંબઈ-૪૦૦૦૩૭. ઉઠમણાંની ક્રિયા: ૧૦-૧-૨૪ના બપોરે ૩-૪૫ વાગે વાચ્છા ગાંધી અગિયારીમાં છેજી.
અસ્પી માનેકશાહ મીસ્ત્રી તે મરહુમ શોભા અસ્પી મીસ્ત્રીના ખાવીંદ. તે મરહુમો નરગીસ તથા માનેકશાહ મીસ્ત્રીના દીકરા. તે ગુલનાર અસ્પી મીસ્ત્રીના બાવાજી. તે અરગીઆ લાહીરીનાં સસરાજી. તે મરહુમો પુતલી તથા જગત અડવાનીનાં જમાઈ. (ઉં. વ. ૮૧) ર. ઠે. મુનલાઈટ એપાર્ટમેન્ટ, ૫મે માળે, રૂમ નં. ૧૧, ૧૫૮, એમ. કર્વે રોડ, મંત્રાલયની બાજુમાં, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦. ઉઠમણાંની ક્રિયા: ૧૦-૧-૨૪એ બપોરનાં ૩-૪૫ વાગે વાડીયા બંગલીમાં છેજી. (ડુંગરવાડી- મુંબઈ)
દોશી ફરામરોઝ ભીવંડીવાલા તે મરહુમો હીલ્લા તથા ફરામરોઝ ભીવંડીવાલાના દીકરા. તે ફીરૂઝા તથા રૂમીના ભાઈ. તે શરૂતી રૂમી ભીવંડીવાલાના કાકાજી. (ઉં. વ. ૬૬) ર. ઠે. ૯૦૭, બીલ્ડીંગ નં. ૧, ગુલશન એપાર્ટમેન્ટ, જુહુ ગલી, ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ બિલ્ડીંગ, અંધેરી (વે.), મુંબઈ-૫૮. ઉઠમણાંની ક્રિયા: ૧૧-૧-૨૪એ બપોરના ૩-૪૫ વાગે. પંઠકી અગિયારીમાં છેજી. (બાન્દ્રા- મુંબઈ)
રોશન બહાદુર બલસારા તે મરહુમ બહાદુર જહાંગીર બલસારાના ધનીયાની. તે મરહુમો રતનબાઈ તથા માનેકશા રાવનાં દીકરી. તે નેવીલ તથા ફ્રેદીના માતાજી. તે આરમઈતી ફ્રેદી દીનશાહના સાસુજી. તે સનાયાના બપઈજી. તે નોશીર, રૂબી તથા મરહુમો રોશન તથા મીઠુના ભાભી. (ઉં. વ. ૮૫) રહેવાનું ઠે. ૫૧/૫, પાંડે હાઉસ, ઠાકુરદ્વાર રોડ, કાલબાદેવી, મુંબઈ-૪૦૦૦૦૨. ઉઠમણાની ક્રિયા: ૧૧-૧-૨૪ એ બપોરના ૩-૪૫ વાગે, ભાભા બંગલી નં. ૧માં છેજી. (ડુંગરવાડી-મુંબઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ ‘Dog’, શ્વાસ લીધા વિના જ… અભિનેત્રીઓ પણ ચેઇન સ્મોકર છે SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ