મનોરંજન

22 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મની આજે કેમ યાદ આવી કાજોલને?

મુંબઈ: જાણીતા ફિલ્મ પ્રોડ્યૂસર કરણ જોહરની ક્લાસિક ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ને આજે 22 વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન, કાજોલ, હૃતિક રોશન, કરીના કપૂર ખાન જેવા મોટા મલ્ટી સ્ટાર હતા. આ ફિલ્મને 22 વર્ષ પૂરા થતાં આજે અભિનેત્રી કાજોલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને પણ એક બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી અને એને પણ કાજોલે યાદ કર્યો હતો.

કાજોલે આ ફિલ્મને 22 વર્ષ પૂરા થતાં કભી ખુશી કભી ગમ વખતે બનેલી અનેક યાદો અને ઘટનાઓને શેર કરી હતી. કાજોલે આ ફિલ્મની એક નાનકડી કિલ્પ શેર કરતાં લખ્યું ‘કભી ખુશી કભી ગમ’ને 22 વર્ષ પૂરા થયા. યશ અંકલે (યશ ચોપડા) ખરેખર આ ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મીસ્તાન સ્ટુડિયોઝમાં કાયમી ધોરણે નવો મેકઅપ રૂમ બનાવ્યો હતો, કારણ કે વેનિટી વેન આટલી મોટી સ્ટાર કાસ્ટ માટે પૂરતી નહોતી.

આ મુદ્દે કાજોલે વધુમાં લખ્યું છે કે કરણ જોહર ફિલ્મને સેટ પર શરૂઆતમાં ડિહાઇડ્રેશન થઈ જતાં બેભાન થઈ જતાં હતા ત્યાં ખરેખર ખૂબ જ ગરમી હતી. ‘કભી ખુશી કભી ગમ’ આ ફિલ્મથી આર્યન ખાને સ્ક્રીન પર પોતાનું ડેબ્યુ કર્યું હતું. મને લાગે છે કે આ મારૂ પહેલું કમબૅક હતું, જ્યારે હું પહેલી વખત એક મોટા પિરામિડ સામે ઊભી હતી. આ ફિલ્મ સાચે જ જીવન અને સિનેમા બંને રીતે ખુબજ મોટી ફિલ્મ છે.

‘કભી ખુશી કભી ગમ’ના ડિરેક્ટર કરણ જોહરે પણ આ ફિલ્મના 22 વર્ષ પૂરા થતાં ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી હતી અને આ ફિલ્મના દરેક ટીમ મેમ્બરનો આભાર માન્યો હતો. કરણે લખ્યું હતું આ જર્નીને સૌથી યાદગાર બનાવવા માટે શાનદાર અને ઉદાર કલાકારો, અમિતજી, જયાજી, શાહરુખ, કાજોલ, ડુગ્ગુ અને બેબો અને ફિલ્મથી જોડાયેલા બીજા કલાકારોનો હું હંમેશાં આભારી રહીશ.


આ ફિલ્મ એક મલ્ટી સ્ટારર ફિલ્મ હતી, જેમાં શાહરૂખ ખાન સિવાય કાજોલ, રિતિક રોશન, કરીના કપૂર ખાન, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન આ લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને શાહરુખ ખાન અન હૃતિક રોશનના પિતાની ભૂમિકા ભજવી હતી, તેમ જ જયા બચ્ચને પોતાના રીઅલ લાઇફ પાર્ટનર અમિતાભ બચ્ચની પત્નીનું નંદાની નામનું પાત્ર ભજવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…