TMKOCના જેઠાલાલની મનગમતી જલેબીને અંગ્રેજીમાં શું કહેવાય છે? 99 ટકા લોકોને નહીં ખબર હોય જવાબ….
જલેબીનું નામ સાંભળતાં જ ભલભલાના મોઢામાંથી પાણી ટપકવા લાગે છે. સરસમજાની મીઠી, રસઝરતી જલેબીનો કોઈ જવાબ નથી. ભારતમાં જલેબી ખૂબ જ લોકપ્રિય છે અને લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લીડ કેરેક્ટર જેઠાલાલનો રવિવારનો દિવસ પણ જલેબી ખાધા વિના પૂરો નથી થતો, પરંતુ શું તમને ખબર છે કે જલેબીને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
મેંદા, ઘી, દહીં અને સાકરથી બનતી આ મિઠાઈ ભારત જ નહીં પણ નેપાળ, બાંગ્લાદેશથઈ લઈને પાકિસ્તાન ઈરાન જેવા દેશોમાં લોકો ખૂબ જ પસંદ આવે છે. પરંતુ સૌની પ્રિય એવી આ જલેબીને અંગ્રેજીમાં ફનલ કેક (Funnel Cake) તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય અંગ્રેજીમાં જલેબીને બીજા કેટલાક નામે પણ બોલાવવામાં આવે છે જેમાં રાઉન્ડેડ સ્વીટ (Rounded Sweet), સ્વીટમીટ (Sweetmeat), સિરપ ફિલ્ડ રિંગ (Syrup Filled Ring)નો સમાવેશ થાય છે.
આપણ વાંચો: પેરીસ ઓલમ્પિકમાં મેડલ વિજેતા આ ખેલાડી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ નો મોટો ફેન છે
ભારત અને દક્ષિણ એશિયાની પ્રસિદ્ધ મિઠાઓમાં જલેબીનો સમાવેશ થાય છે, જેને ગોળ કે સાકરની ચાસમીમાં ડુબાડીને બનાવવામાં આવે છે. અમેરિકામાં ફનલ કેક એક અલગ જ મિઠાઈ છે, જે જલેબી જેવી જ દેખાય છે. મજાની વાત તો એ છે આ મિઠાઈનો સ્વાદ પણ જલેબીનો જેવો હોય છે.
વાત કરીએ જલેબીના ઈતિહાસની તો એવું કહેવાય છે કે જલેબી એ મૂળ અરબી કે ફારસી શબ્દ છે અને એનું અરબ દેશમાં જલાબિયા છે. મધ્ય પૂર્વના દેશોમાં આજે પણ એને અલગ રીતે બનાવવાની પદ્ધતિઓ છે અને એટલા જ આનંદથી તેને ખાવામાં આવે છે.