પેરીસ ઓલમ્પિકમાં મેડલ વિજેતા આ ખેલાડી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ નો મોટો ફેન છે
નવી દિલ્હી: ગુજરાતી હાસ્ય લેખક તારક મહેતાએ લખેલા પાત્રો પર આધારિત ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) ભારતીયો દર્શકોમાં ખુબજ લોક પ્રિય છે. આ ટીવી શો છેલ્લા 16 વર્ષથી સતત લોકોનું મનોરંજન કરી રહ્યો છે. બાળકોથી લઈને ઘરડાઓઓ સુધી દરેક વ્યક્તિ આ શો જોવાનું પસંદ કરે છે. તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympic)માં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતનાર રેસલર અમન સેહરાવત(Aman Sehrawat) પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો મોટો ફેન છે.
અમન સેહરાવતે પેરીસ ઓલમ્પિકમાં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. પેરીસ ઓલિમ્પિકમાં કુસ્તીમાં ભારતનો આ એક જ મેડલ મળ્યો છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અમને તારક મહેતા શો વિશે વાત કરી હતી. એક ઈન્ટરવ્યું દરમિયાન અમનને પૂછવામાં આવ્યું કે ‘જ્યારે તમે કુસ્તી નથી કરતા, ત્યારે તમને શું કરવું ગમે છે?’ આ પછી અમને જવાબ આપ્યો કે ‘જ્યારે હું કુસ્તી નથી કરતો ત્યારે હું મારા ફ્રી ટાઈમમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જોઉં છું.’
પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પુરુષોની 57 કિગ્રા વર્ગમાં અમન સેહરાવતે મજબૂત શરૂઆત કરી હતી, તેણે ઉત્તર મેસેડોનિયાના વ્લાદિમીર એગોરોવને 10-0થી હરાવ્યો હતો. તેણે ફરીથી તેની ક્વાર્ટર ફાઈનલ મેચ અલ્બેનિયાના ઝેલિમખાન અબાકાનોવ સામે 12-0ના માર્જિનથી જીત મેળવી હતી. તે સેમિફાઇનલમાં ગોલ્ડ મેડલ વિજેતા રેઇ હિગુચી સામે 2-12ના માર્જિનથી હારી ગયો હતો. જોકે, તેણે ડેરિયન ક્રુઝને 13-5થી હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ જ કેટેગરીમાં રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીત્યો હતો.