મનોરંજન

Forbesની યાદીમાં આ ત્રણ અભિનેત્રીઓને મળ્યું સ્થાન

મુંબઈ: દર વર્ષની જેમ આ 2024ના વર્ષ માટે પણ ફોર્બ્સ ઇન્ડિયા (Forbes) દ્વારા 30 અંડર 30ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 30 વર્ષ કરતાં ઓછી ઉંમરની હસતિઓને સામેલ કરવામાં આવે છે, જે પોતાના ક્ષેત્રમાં પ્રભાવશાળી કામ કરે છે. આ લિસ્ટમાં ત્રણ ભારતીય અભિનેત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

જોકે આ યાદીમાં જ્હાન્વી કપૂર કે પછી સારા અલી ખાન જેવી અભિનેત્રીઓને સ્થાન મળ્યું નથી. જોકે, આ યાદીમાં ‘પુષ્પા’ અને ‘એનિમલ’ ફિલ્મોથી પેન ઇન્ડિયા સેલિબ્રિટી બની ગયેલી રશ્મિકા મંદાનાને સ્થાન મળ્યું છે. રશ્મિકા મંદાના ઉપરાંત રાધિકા મદાન અને ડૉટ એટલે કે અદિતી સહગલને આ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.

27 વર્ષની રશ્મિકા તેલુગુ, તમિલ અને હવે છેલ્લા અમુક વર્ષોથી હિંદી ફિલ્મોમાં પણ કમાલનું કામ કરી રહી છે. ગયા વર્ષે તેની ત્રણ ફિલ્મો રિલીઝ થઇ હતી. તેની પહેલી એક્શન ફિલ્મ ‘વારિસુ’એ ભારત સહિત દુનિયાભરમાં 300 કરોડ રૂપિયા કરતાં વધુ કમાણી કરી હતી.

જ્યારે 28 વર્ષની રાધિકા મદાને ટી.વી. સિરિયલથી પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. જોકે, પછી તેણે મોટા પડદા પર પોતાનો જાદુ વિખેર્યો હતો. ‘કૈચી લિમ્બુ’માં તેના પાત્રને ખૂબ જ પ્રશંસા મળી હતી. ઉપરાંત, કુટ્ટીમાં સહાયક અભિનેત્રીની ભૂમિકામાં જોવા મલી હતી.

25 વર્ષની અદિતી સહગલ જે ડૉટના નામે વધુ ઓળખાય છે, તેણે પણ આ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. તે ગાયિકા અને સંગીતકાર છે અને હાલમાં જ ‘ધ આર્ચીસ’ ફિલ્મમાં અથેલનું પાત્ર ભજવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…