રંગોને દૂરથી જ રામ રામ કરે છે આ બોલીવૂડ સેલેબ્સ, કારણ સાંભળશો તો ચોંકી ઉઠશો…
હોળી એટલે રંગોનો તહેવાર… કેટલાક લોકો આખું વર્ષ બસ આ એક દિવસના રંગોના તહેવારની રાહ જોતા હોય છે તો વળી કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓને આ તહેવાર બિલકુલ પસંદ નથી હોતો. આજે અમે અહીં તમારા માટે કેટલાક એવા બોલીવૂડના સેલેબ્સની માહિતી લઈને આવ્યા છીએ કે જેમને હોળી રમવાનું બિલકુલ પસંદ નથી. એમાંથી કેટલાક સેલેબ્સને રંગોથી ડર લાગે છે તો વળી કેટલાક લોકોને આ તહેવાર પાણીનો વેડફાટ લાગે છે. ચાલો જોઈએ કયા છે આ સેલેબ્સ…
કરિના કપૂરઃ
કરિના કપૂર એટલે કે બેબોને હોળી રમવાનું બિલકુલ પસંદ નથી અને એક રિપોર્ટમાં છપાયેલા અહેવાલ પર વિશ્વાસ કરીએ તો રાજ કપૂરના નિધન બાદથી કરિના કપૂરે હોળી રમવાનું બંધ કરી દીધું છે. જે સમયે રાજ કપૂરનું નિધન થયું હતું એ સમયે કરિના કપૂર 6 વર્ષની જ હતી.
જ્હોન અબ્રાહમઃ
ફિલ્મોમાં દમદાર એક્શન સીન કરનારા જ્હોન અબ્રાહમને પણ બેબોની જેમ જ હોળી રમવાનું બિલકુલ પસંદ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્હોનનું એવું માનવું છે કે હોળીના દિવસે પાણીથી હોળી રમવી પાણીનો વેડફાટ થાય છે અને હોળીના રંગો પણ નેચરને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે.
આપણ વાંચો: કુંવારી યુવતી પર જો રંગ ઉડાવ્યો તો કરવા પડશે લગ્ન, હોળીને લઈને અહી છે અનોખી પરંપરા
રણવીર સિંહઃ
સમાચાર પર વિશ્વાસ કરીએ તો બોલીવૂડના બાજીરાવ રણવીર સિંહ રંગોથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. એક વેબપોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં રણવીર સિંહે જણાવ્યું હતું તે જ્યારે મને કોઈ કલર લગાવે છે એ મને બિલકુલ ગમતું નથી અને એની સાથે સાથે જ્હોનની જેમ રણવીરનું પણ એવું જ માનવું છે કે રંગ નેચર પર ખરાબ અસર કરે છે.
રણબીર કપૂરઃ
ચોકલેટી બોય રણબીર કપૂરને પણ હોળીનો તહેવાર ખાસ પસંદ નથી. બેબી રાહા કપૂરના ડેડી રંગોથી દૂર જ રહે છે. બલમ પિચકારી ગીતના શૂટિંગ સમયે પણ રણબીર કપૂરને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ રતે રણબીર કપૂરની સ્કીન સેન્સેટિવ છે અને રંગ તેને સૂટ નથી કરતાં.
આપણ વાંચો: હોળી બાદ મેષ સહિત આ ત્રણ રાશિના જાતકોનું જીવન બનશે Colourfull…
શ્રુતિ હસનઃ
સાઉથની સ્ટાર એક્ટ્રેસ શ્રુતિ હસન પણ રંગોથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. શ્રુતિને એવું લાગે છે કે હોળીના દિવસે પાણીથી રમવું એ પાણીનો વેડફાટ કરવા સમાન છે અને કલર્સને કારણે કુદરતને નુકસાન પહોંચે છે.
કરણ જોહરઃ
મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો કરણ જોહર પહેલાં હોળી રમતો હતો પણ એક એક્સિડન્ટ બાદ તેણે હોળી રમવાનું બંધ કરી દીધું હતું એ વિશે વાત કરતાં કરણે જણાવ્યું હતું કે જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે રંગને બહાનાથી ઈંડા ફેંકી દીધા હતા અને ત્યારે હું ખૂબ જ ડરી ગયો હતો. ત્યાર બાદથી જ તેણે રંગોથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.
તાપસી પન્નુઃ
અનેક ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલો પર પોતાની છબિ છોડી ચૂકેલી તાપસી પન્નુ પણ રંગોથી દૂર જ રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાપસીના પેરેન્ટ્સને હોળી રમવાનું પસંદ નથી, એટલે બાળપણમાં તેણે હોળી ના રમી શકી અને હવે તે પેક્ડ શેડ્યુલને કારણે રંગોથી દૂર જ રહે છે.