મનોરંજન

બોબી દેઓલે નહીં…. આ અભિનેત્રીએ જમાલ કુડુ સ્ટેપ પહેલા કર્યો હતો

ફિલ્મ એનિમલમાં જમાલ કુડુ ગીત પર બોબી દેઓલનો ડાન્સ બધાને યાદ હશે. આ ડાન્સ સોંગ ઘણું હીટ થયું હતું અને સોશિયલ મીડિયા પર પણ ઘણું વાયરલ થયુ હતું. બોબી દેઓલે માથા પર જામનો ગ્લાસ રાખીને સુંદર ડાન્સ કર્યો હતો. આ ગીતને વ્યાપક પ્રસિદ્ધિ મળી હતી. બોબી દેઓલનો એ ડાન્સ લોકોમાં ઘણો હીટ રહ્યો હતો. ફિલ્મમાં બોબી દેઓલની તો ઘણી નાની ભૂમિકા હતી, પણ જમાલકુડુ ગીતને કારણે તે આખી ફિલ્મમાં છવાઇ ગયો હતો. અભિનેતાની આ ગીત માટે ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. ચાહકોએ તેમને ભરપૂર પ્રેમ આપ્યો હતો, પરંતુ હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રી રેખાએ તેમની પહેલા આ હુકસ્ટેપ કર્યો હતો.

રેખાએ ફિલ્મ ‘બીવી હો તો એસી’ ના ગીત ‘સાસુજી તુને મેરી કદર ના જાની’ ગીત પર આવો જ ડાન્સ કર્યો હતો. આ ગીત અને રેખાની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિનેત્રીએ માથા પર જામનો ગ્લાસ મૂકીને આ મજેદાર હુક સ્ટેપ કર્યો હતો.

બોલિવૂડ ફિલ્મ જગતની વાત કરવામાં આવે તો કેટલાક એવા નામ છે જેને આપણે અવગણી શકતા નથી, એવું જ એક નામ છે રેખા.

રેખા એ એક ભારતીય અભિનેત્રી છે જેમણે હિન્દી ફિલ્મોમાં સારી કારકિર્દી બનાવી છે, અને તેમની ગણના ભારતીય સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થાય છે.

તમે પણ રેખાજીનો આ ડાન્સ અને ખાસ તો જમાલ કુડુનો હુક સ્ટેપ જુઓ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…