મનોરંજન

Amitabh Bachchanના ડાયલોગને ટ્વીસ્ટ કર્યો Navya Naveliએ… નાની માટે કહી આ ખાસ વાત…

Amitabh Bachchanની દીકરી Shweta Bachchanની જેમ જ તેમની દોહિત્રી Navya Naveli Nanda પણ ફિલ્મો અને લાઈમલાઈટથી દૂર રહે છે. પણ તેમ છતાં Navya Nanda દર થોડા સમયે લાઈમલાઈટમાં આવતી રહે છે એના પોડકાસ્ટ શો What The Hell Navyaની બીજી સેકન્ડ સિઝનને કારણે. હવે ફરી એક વખત નવ્યા ચર્ચામાં આવી છે તેની એક સ્ટેટમેન્ટને કારણે… આવો જોઈએ શું કહ્યું…

વાત જાણે એમ છે કે નવ્યા મંગળવારે એક ઈવેન્ટમાં પહોંચી હતી અને એ સમયે તેનો લૂક ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ સમયે નવ્યા કેઝ્યુઅલ લૂકમાં જોવા મળી હતી. સિમ્પલ ટી-શર્ટ અને ડેનિમની જિન્સમાં જોવા મળી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. નવ્યાના આ ગ્રીન ટી-શર્ટ પર લખેલાં લખાણે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ લખાણ જોઈને ફેન્સ એવું જ કહી રહ્યા છે કે નવ્યા એની નાની Jaya Bachchanના જિગરનો ટુકડો છે. આ ટી-શર્ટ પહેરીને નવ્યા સતત સ્માઈલ કરી રહી હતી એ પણ ખરેખર ખૂબ જ ખાસ હતું.

નવ્યાના ટી-શર્ટ પર ક્વોટ લખેલો હતો, જેમાં બિગ બીના ફેમસ ડાયલોગ મેરે પાસ મા હૈને ટ્વીસ્ટ કરવામાં આવ્યો હતો. નવ્યાએ પોતાના ટી-શર્ટ પર લખ્યું હતું કે મેરે પાસ નાની હૈ… નવ્યાના આ ટી-શર્ટને કારણે લોકો એવી અટકળો પણ લગાવી રહ્યા છે કે Navya બચ્ચન પરિવારમાં નાની Jaya Bachchanની ખૂબ જ ક્લોઝ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કે Amitabh Bachchanના જમાઈ અને Shweta Bachchanના પતિ Nikhil Nanda એક બિઝનેસમેન છે. નવ્યા પણ નાના-નાની, મામા-મામી અને ભાઈની જેમ ફિલ્મોમાં કરિયર બનાવવામાં બિલકુલ ઈન્ટરેસ્ટેડ નથી. તેને તાના પિતા નિખિલ નંદાનો બિઝનેસ જોઈન કરીને તેને વધારવો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…