Sushant Singh Rajputના મૃત્યુ ચાર વર્ષ બાદ સામે આવી ચોંકાવનારી માહિતી…
આ કારણે પરેશાન રહેતો હતો અભિનેતા, Manoj Bajpayeeએ કર્યા વિસ્ફોટક ખુલાસા…
બોલીવૂડનો સ્ટાર એક્ટર Sushant Singh Rajput ભલે આજે આપણી વચ્ચે હયાત નથી પણ આજે પણ તે તેના ફેન્સના દિલોમાં હયાત છે. મૃત્યુના ચાર વર્ષ બાદ પણ તેનો અંતિમ સમય અને તેનું મૃત્યુ કઈ રીતે થયું એ સવાલ હજી પણ લોકોને સતાવી રહ્યો છે. સુશાંત સિંહ રાજપૂત માત્ર ફેન્સ જ નહીં પણ ઈન્ડસ્ટ્રીમાં પણ કેટલાય એવા સ્ટાર છે કે જેમની સાથે એક્ટર સતત સંપર્કમાં રહેતો હતો. આવો જ એક અભિનેતા છે મનોજ બાજપેયી.
મનોજ બાજપેયીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. મનોજ બાજપેયીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના 10 દિવસ પહેલા અભિનેતા સાથે તેમની શું વાત થઈ હતી એના વિશેની માહિતી આપી હતી. એટલું જ નહીં પણ તેમણે એ પણ જણાવ્યું કે સુશાંત કઈ વાતથી પરેશાન હતો.
મનોજ બાજપેયીએ આપેલા એક ઈન્ટરવ્યુંમાં કહી. અભિનેતાએ કહ્યું કે, સુશાંત બ્લાઈન્ડ આર્ટિકલ એટલે કે એવા આર્ટિકલ કે જેમાં કોઈ સત્ય હોતું નથી તેવા આર્ટિકલથી ખુબ પરેશાન હતો. તે ખુબ સારો માણસ હતો અને જે સારા હશે તે બધા જ લોકો આ પ્રકારના આર્ટિકલથી પરેશાન હશે. તે હંમેશા મને પૂછતો હતો કે સર હું શું કરું? હું હંમેશા તેને કહેતો હતો કે તેના વિશે આટલું બધુ ન વિચાર્યા કર.
આગળ ઈન્ટરવ્યુમાં અભિનેતાએ એવું પણ જણાવ્યું હતું કે મારી સુશાંત સાથે છેલ્લી વખત વાત બ્લાઈન્ડ આર્ટિકલ્સ વિશે થઈ હતી. બ્લાઈન્ડ આર્ટિકલ્સ લખનારાઓને પહોંચી વળવાની મારી અલગ રીત છે. જે લોકો આવા આર્ટિકલ છપાવે છે હું તેમના મિત્રોને કહેતો કે જઈને તમારા મિત્રને કહો કે મનોજ આવશે તો ખુબ મારશે. મારી આ વાત પર તે ખુબ હસતો હતો. કહેતો હતો કે સર આ તમે જ કરી શકો છો…
બસ મનોજ બાજપેયીની સુશાંત સાથેની આ વાતચીતના 10 દિવસ બાદ જ સુશાંત સિંહનું મૃત્યુ થઈ ગયું હતું. તેના મૃત્યુના સમાચાર સાંભળીને તમાર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને કેટલાક લોકો તો આ સમાચાર પર વિશ્વાસ પણ કરી શક્યા નહોતા. મનોજે એવું પણ કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂત અને ઈરફાન ખાન બંને જણ ખૂબ જ જલી જતા રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ તેના રૂમમાં લટકતો મળી આવ્યો હતો અને તેના મૃત્યુ સંબંધિત અનેક સવાલો છે જેના જવાબો હજી સુધી મળ્યા નથી.