રાજ્યપાલ ઍક્શન મોડમાં

શિંદે જૂથના વિધાનસભ્યોને સુરક્ષા આપવાનો ડીજીપીને આદેશ સુરક્ષા: શિવસેનાના વિધાનસભ્ય સદા સરવણકર બળવાખોર નેતા એકનાથ શિંદેની આગેવાની હેઠળના વિધાનસભ્યોના ગ્રુપમાં જોડાયા પછી સીઆરપીએફ દ્વારા તેમના નિવાસસ્થાને સુરક્ષા દળના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. (અમય ખરાડે) મુંબઈ: રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી કોરોનાને માત આપીને રવિવારે રાજભવનમાં આવતાં જ સક્રિય બની ગયા છે. તેમણે મુંબઈના પોલીસ કમિશનર સંજય […]

Continue Reading

બળવાખોરોની મહત્ત્વાકાંક્ષાનો ક્યારેય અંત નહીં આવે…પક્ષમાં તેમના માટે દરવાજા બંધ થઈ ચૂક્યા છે: આદિત્ય ઠાકરે

અમે તમારી સાથે: એકનાથ શિંદેની આગેવાની હેઠળ શિવસેના સામે બળવો કરવામાં આવ્યા બાદ મુંબઈ સહિત વિવિધ જગ્યાએ શિવસૈનિકોએ બળવાખોર જૂથ સામે આંદોલન કર્યું હતું, ત્યારે નાલાસોપારામાં પણ મોટી સંખ્યામાં શિવસૈનિકોએ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સાથે હોવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. (જયપ્રકાશ કેળકર) (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ રવિવારે બળવાખોર વિધાનસભ્યોની જોરદાર ટીકા કરી […]

Continue Reading

બળવાખોર વિધાનસભ્યો સામે શિવસેનાના કાર્યકરોનું હલ્લાબોલ

સમર્થન: શિવસેનાના વિધાનસભ્યોએ ખૂદ પક્ષની સામે બળવો કર્યા બાદ રવિવારે શિવસૈનિકોએ સેના ભવન નજીક ટૂ-વ્હિલરની રેલી કાઢીને બળવાખોર જૂથના વિધાનસભ્યોની સામે હલ્લાબોલ બોલાવ્યો હતો. (અમય ખરાડે) મુંબઈ: શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે અને અન્ય વિધાનસભ્યોએ શિવસેના સામે બળવો કરતા મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઊભું કર્યું છે ત્યારે શિવસેનાના પ્રમુખ અને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પક્ષના […]

Continue Reading

થાણેમાં મલ્ટિપ્લેક્સમાં કૅફેટેરિયામાં આગ

ફાયરબ્રિગેડના ચાર જવાન જખમી (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: થાણે(પશ્ર્ચિમ)માં આવેલા હાઈ સ્ટ્રીટ મોલના એક કેફેટેરિયાના રસોડામાં લાગેલી આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના ચાર જવાનને શ્ર્વાસ લેવામાં તકલીફ થતા, તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણેના કાપૂરબાવડીમાં હાઈ સ્ટ્રીટ મૉલ આવેલો છે. તેના ત્રીજા માળા પર આવેલા સ્ટાર મૂવી થિયેટરના […]

Continue Reading

Maharashtra political crisis: NCP સુપ્રીમો શરદ પવાર પહોંચ્યા દિલ્હી, કહ્યું અમે ઉદ્ધવ ઠાકરે સાથે છીએ

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરું બન્યું છે ત્યારે NCP પ્રમુખ શરદ પવાર દિલ્હી પહોંચ્યા હતાં. આ વિશે જાતજાતની ચર્ચા થઈ રહી હતી ત્યારે સ્પષ્ટતા કરતાં પવારે જણાવ્યું હતું કે, અમને ઉદ્ધવ ઠાકરે પર ભરોસો છે. હું દિલ્હીમાં કોઈને મળવા આવ્યો નથી. યશવંત સિંહાના નામાંકન માટે આવ્યો છું. મહા વિકાસ આઘાડી કાયમ રહે એવી જ અમારી […]

Continue Reading

આદિત્ય ઠાકરેએ શિંદે જૂથ પર કર્યો પ્રહાર! હમ શરીફ ક્યા હુએ સારી દુનિયા બદમાશ હો ગઈ

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકારણનો મહાસંગ્રામ શમવાનું નામ લઈ રહ્યો નથી. આદિત્ય ઠાકરે પણ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે 30 મેના દિવસે એકનાથ શિંદેને ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદની ઓફર કરી હતી. ઉદ્ધવ ઠાકરેની તબિયત ખરાબ છે એટલે શિંદે આ સમયનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ ખેલમાં ભાજપ સામેલ નથી તો તેમના લોકો […]

Continue Reading

Mumbaiમાં હળવા વરસાદે BMCની કામગીરીની ખોલી પોલ, ઉદ્ઘાટન થયાના અઠવાડિયામાં જ Borivali Flyoverની હાલત થઈ ખરાબ

બોરીવલી કોરા કેન્દ્ર ફ્લાયઓવર(Borivali kora Kendra Flyover) ને અઠવાડિયા પહેલા નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે અઠવાડિયાની અંદર જ થોડા વરસાદમાં ફ્લાયઓવરનો ડામર ઉખડવા માંડ્યો છે ત્યારે BMCની કામગીરી વિશે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

Continue Reading

Maharashtra Crisis: શિવસેનાના વધુ એક વિધાનસભ્ય શિંદે જૂથમાં થયા સામેલ

મહારાષ્ટ્રના રાજકારણમાં હાઈ વોલ્ટેજ ડ્રામામાં હવે ભાજપની પણ એન્ટ્રી થઈ ગઈ છે. કેન્દ્રની ભાજપ સરકારે શિવસનેનાના 15 બળવાખોર નેતાને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે, જેને લઈને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રદર્શન થઈ રહ્યા છે.

Continue Reading

Maharashtra Crisis: શિવસૈનિકોના પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે બળવાખોર વિધાનસભ્યોને આપી સુરક્ષા, ઘરની બહાર CRPFના જવાન તહેનાત

મહારાષ્ટ્રમાં સત્તાના મહાસંગ્રામનું કોકડું દિવસેને દિવસે ગૂંચવાતું જાય છે. શિવસૈનિકો બળવાખોર વિધાનસભ્યો વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે, જેને લઈને શિંદે કેમ્પના નેતાઓએ પોતાની અને પરિવારની સુરક્ષાની માગણી મહારાષ્ટ્ર સરકાર પાસે કરી હતી. આ મામલે કેન્દ્ર સરકાર તરફથી મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર શિંદે કેમ્પના 16 વિધાનસભ્યોના ઘરની બહાર કેન્દ્ર સરકારે સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય શિંદે કેમ્પની અપીલ બાદ લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Continue Reading

Maharashtra Crisis: બળવાખોર ધારાસભ્યો પર સંજય રાઉતનો કટાક્ષ! કહ્યું, ક્યાં સુધી તમે ગુવાહાટીમાં છુપાશો

મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે રવિવારે શિંદે કેમ્પના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ભાજપ શાસિત આસામના ગુવાહાટીમાં ક્યાં સુધી છુપાશો? એક દિવસ તો મુંબઈમાં આવવું જ પડશે.

Continue Reading