વેપાર અને વાણિજ્ય

શૅરબજારમાં વોલેટિલિટી ઈન્ડેકસમાં ડોકાઇ રહ્યું છે કરેકશનનું તોળાતું જોખમ

મુંબઈ: ભારતીય શેરબજારના મુખ્ય ઈન્ડાઈસિસ નવી ઊંચી સપાટી દર્શાવી રહ્યા છે ત્યારે બજારની વોલેટિલિટીનું આંકલન મેળવતા ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેકસ (વીઆઈએકસ) હાલમાં ૧૩.૫૦થી ૧૫ની રેન્જમાં અથડાયા કરે છે, જે બજાર માટે ચિંતાનો વિષય કહી શકાય એમ હોવાનું કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે. વીઆઈએકસ ફીઅર ઈન્ડેકસ તરીકે પણ ઓળખાય છે.
વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામની મોસમ પહેલા વીઆઈએકસ ઊંચો રહ્યા કરે છે ત્યારે પરિણામો પહેલા બજારમાં કરેકશન આવવાની શકયતા નકારાતી નથી એમ બજારના એક વિશ્લેષકે જણાવ્યું હતું.

પૂરતા ટ્રીગર્સની ગેરહાજરીમાં ગયા વર્ષના નવેમ્બર સીરિઝમાં વીઆઈએકસ ઘટીને ૮.૪૦ રહ્યો હતો, જો કે ડિસેમ્બરના અંત સુધીમાં તે ઉછળી ૧૬ સુધી જોવાયો હતો. રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામો તથા અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો અટકાવી દેવાતા બજારને ટેકો મળ્યો હતો.

ઈન્ડિયા વીઆઈએકસ જે હાલમાં ૧૩.૫૦થી ૧૫ની રેન્જમાં રહ્યા કરે છે તે,આગળ જતા ભારે વોલેટિલિટી જોવા મળવાના સંકેત આપે છે. નિફટી પણ નાણાં વર્ષ ૨૦૨૪ના અંદાજિત અર્નિંગ્સના ૨૧ના ગુણાંકમાં તથા ૨૦૨૫ના અંદાજિત અર્નિંગ્સના ૧૯ના ગુણાંકમાં વેપાર થઈ રહ્યો છે જે મૂલ્યાંકન ઊંચુ હોવાનું દર્શાવે છે એમ વિશ્લેષકે ઉમેર્યું હતું.

આ મૂલ્યાંકનો લાંબા ગાળાની સરેરાશ કરતા ઊંચા છે, જે આગળ જતા પ્રોફિટ બુકિંગ લાવી શકે છે અને બજારમાં ઘટાડો જોવા મળી શકે છે. જો કે હાલમાં દેશમાં લિક્વિડિટી જંગી માત્રામાં હોવાથી નીચા મથાળેથી રિકવરી જોવા મળવાની પણ શકયતા રહેલી હોવાનું અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

વીઆઈએકસ જો ૧૫ની સપાટીને પાર જશે તો બજાર માટે તે જોખમી બની શકે છે. ઈન્ડિયા વીઆઈએકસ હાલમાં ભલે જોખમી સપાટીએ જોવા મળતો હોય પરંતુ ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની મોસમ પણ બજારની દિશા નક્કી કરનારા બની શકે છે. જો કે લોકસભાની ચૂંટણીને કારણે આગામી નાણાં વર્ષ માટે હાલમાં સંપૂર્ણ સ્તરનું બજેટ નહીં આવવાનું હોવાથી બજેટ બજાર માટે નોન-ઈવેન્ટ બની શકે છે, એમ એક ખાનગી બેન્કના એનાલિસ્ટે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ ‘Dog’, શ્વાસ લીધા વિના જ… અભિનેત્રીઓ પણ ચેઇન સ્મોકર છે SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ